મોરબી પાલિકા દ્વારા મંદિરોને નોટિસ ફટકારતા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરીષદના અધ્યક્ષ સાથે સૌરાષ્ટ્ર પ્રાંતના ઉપાધ્યક્ષે ચર્ચા વિચારણી કરી
મોરબી: મોરબી જીલ્લામાં ધાર્મિકસ્થાનોના દબાણ મામલે મોરબી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા બેઠક યોજી રીપોર્ટ મંગાવતા મોરબી પાલીકા દ્વારા ૪૯ ધાર્મિક દબાણોના પુરાવા રજૂ કરવા તાકિદ કરી હોવાનું સામે આવ્યું હતું. તેથી લોકોની લાગણી દુભાય હતી જે બાબતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવિણભાઇ તોગડિયા સાથે આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના ઉપાધ્યક્ષ ગીરીશભાઈ ઘેલાણીએ ચર્ચા વિચારણા કરી હતી.
મળતી માહિતી મુજબ સમગ્ર ગુજરાત રાજ્યમાં સરકારી જગ્યાઓ ઉપર તેમજ રોડ-રસ્તામાં નડતરરૂપ ધાર્મિક દબાણો હટાવવાનો મામલો ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહ્યો હોય ત્યારે લાંબા સમયથી ચાલી રહેલા આ કેસમાં મહેસુલ અને ગૃહવિભાગને તાત્કાલિક સરકારી જગ્યામાં ઉભા થયેલા ધાર્મિક દબાણો મામલે સોગંદનામું રજૂ કરવા આદેશ કરવામાં આવતા જ મોરબી જિલ્લા વહીવટીતંત્ર દોડતું થયું હતું જે દરમિયાન મોરબી નગરપાલિકા વિસ્તારમાં રોડ-રસ્તા અને સરકારી જમીન ઉપર ઉભા થયેલા ધાર્મિક દબાણો મામલે 49 જેટલા કિસ્સામાં નોટિસ ફટકારવામાં આવી હોવાનું અને આવા ધર્મસ્થાનની જમીનના માલિકીના પુરાવા સાથે સંચાલકોને હાજર થવા ફરમાન પણ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું જેથી શ્રદ્ધાળુઓ તેમજ ભક્તોની લાગણી દુભાય હતી અને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આ બાબતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવિણભાઇ તોગડિયા સાથે આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના ઉપાધ્યક્ષ ગીરીશભાઈ ઘેલાણીએ બેઠક યોજી આ બાબતે ચર્ચા વિચારણા કરી હોવાનું જાણવા મળ્યું છે.