Wednesday, January 22, 2025

મોરબી:જુના સાદુળકા નજીક ટ્રકમાંથી કોલસો કાઢી ભેળસેળ કરી લાખો રૂપિયાના કોલસાની ચોરી કરતા 10 સામે ગુન્હો દાખલ:પકાયા ચાર

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

આ ફરિયાદ પણ બીઝનેસ પોલિસી મુજબ નોંધાઇ છે કેમ કે હાલ મોરબી માં કોલસા કટિંગ ના અનેક હાટડા આવેલા હોઈ જેમાં ધંધા અને ભાવ ને લઈ ને નિયંત્રણ રહે એ માટે આ રેડ થઈ હોવાની પણ ચર્ચા ચાલી રહી છે

મોરબી જિલ્લામાં સિરામિક ઉદ્યોગ ખૂબ ફુલ્યો ફાલ્યો છે ત્યારે કારખાનામાં કોલસાની જરૂર પડતી હોય છે ત્યારે મોરબીમાં ઓઈલ, ડીઝલ બાદ હવે કોલસા કૌભાંડ સામે આવ્યું છે જેમાં દશ શખ્સો દ્વારા કોલાસાની ટ્રક ચલાવતા ટ્રક ચાલક સાથે કોન્ટેક્ટ કરી મોરબી તાલુકાના જુના સાદુળકા ગામ તરફ જવાના રસ્તે આવેલ પ્લોટમાં ટ્રક રાખી ટ્રકમાંથી ઉચ્ચ ગુણવત્તા વાળા કોલસાના માલની ચોરી કરી હલકી ગુણવત્તાના વાળા કોલસાની ભેળશેળ કરી લાખો રૂપિયાના કોલસાના મુદ્દામાલની ચોરી કરતા ચાર શખ્સોને મોરબી એલસીબી પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય છ શખ્સો સ્થળ પર હાજર ન મળી આવતા આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબી એલસીબી પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ કે મોરબી તાલુકાના જુના સાદુળકા ગામ તરફ જવાના રસ્તે કોલસાની ચોરી કરવામાં આવી છે તપાસ કરતા બાતમીવાળી જગ્યાએ દરોડા પાડી મોરબી તાલુકાના જુના સાદુળકા ગામ તરફ જવાના રસ્તે આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ સામે આરોપીના કબ્જા ભોગવટા વાળા પ્લોટમાં દશ શખ્સો પોતાના આર્થિક ફાયદ માટે ઇમ્પોર્ટ કોલસો ભરી આવતી ગાડીના ડ્રાઈવરોની મદદથી ટ્રકોમાંથી ઉત્તમ ગુણવત્તા વાળા કોલસાના માલની ચોરી જેમાં હલકી ગુણવત્તાના વાળા કોલસાની ભેળશેળ કરી ચોરી કરેલ મુદામાલ પોતાના પ્લોટમાં સંગ્રહ કરી તેનુ ખરીદ વેચાણ કરવા ચોરી કરેલ ગુણવત્તા વાળો કોલસો આશરે ૧૮૮ ટન કિં રૂ.૨૪,૪૪,૦૦૦ તથા તથા મીક્ષ કરેલ કોલસો આશરે ૧૦૦ ટન કિ.રૂ.૪,૦૦,૦૦૦/- તથા હલકી ગુણવતા વાળો કોલસો આશરે ૭૦ ટન કિ.રૂ.૫૬,૦૦૦/-, એક ટ્રક ટ્રેઇલર કિ.રૂા- ૪૦,૦૦,૦૦૦/-, બે ટ્રેક્ટર લોડર કિ.રૂા- ૨૦,૦૦,૦૦૦/-, એક હીટાચી મશીન કિ.રૂા-૨૦,૦૦,૦૦૦/- એક મોટર સાયકલ કિ.રૂા- ૨૫,૦૦૦/- ,મોબાઇલ ફોન નંગ-૫ કિરૂ.૨૫,૦૦૦/-, રોકડા રૂપીયા ૫,૦૦૦/-, આધાર કાર્ડ નંગ-૨ કિ.રૂ.૦૦/૦૦ ડ્રાઇવીંગ લાયસન્સ-૧ કિ.રૂ.૦૦/૦૦, શીલ નંગ-૧૫ કિ.રૂ.૦૦/૦૦ શીલ ખોલવા માટેની બ્લેડ નંગ-૧ કિ.રૂ.૦૦/૦૦, બિલ, બિલ્ટી તથા ઇ-વે બીલ કિ.રૂ.૦૦/૦૦ મળી કુલ રૂપીયા ૧,૦૯,૫૫,૦૦૦/- ના મુદામાલ સાથે ચાર આરોપીઓ તૌફીકખાન અસરફખાન મલેક ઉ.વ.૨૪ રહે.વારાહી ગામ જીવરાણી વાસ મોટો ચોરો તા.સાંતલપુર જી.પાટણ, હિટાચી અખીલેશકુમાર શ્રીધીરેંદ્રભાઇ ગોંડ ઉ.વ.૨૦ રહે.જીગનહી પરસોના મધુબની વોર્ડ નં-૬ પોસ્ટ પરસોના જી.પચ્ચીમ ચંપારણ (બિહાર), મીઠાભાઇ વિઠ્ઠલભાઇ મીઠાપરા ઉ.વ.૩૯ રહે.રાજકોટ આણંદપર દેવનગર રામાપીરના મંદીર પાસે તા.જી.રાજકોટ, રૂત્વીકભાઇ અમુભાઇ ખિમાણીયા ઉ.વ.૨૫ તથા મજુરી રહે. હાલ નાની વાવડી સતનામ સોસાયટી શેરી નં-૧ તા.જી.મોરબીવાળાને ઝડપી પાડયા છે જ્યારે અન્ય છ શખ્સો નવઘણભાઇ જશાભાઇ બાલસરા રહે.નાની વાવડીસતનામ સોસાયટી ભુમી ટાવર પાસે તા.જી.મોરબી, નિકુંજભાઇ રાજપરા રહે.લીલપર તા.જી.મોરબી, રમેશ અનસિંહ વસુનીયા રહે.દુધી કલ્યાનપુર તા.જી.જાંબુઆ (એમ.પી), રાકેશ , જગજીતસિંહ રાણા રહે. ગાંધીધામ, હેરીભાઇ રહે. મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર