મોરબીના જુના રફાળેશ્વર રોડ પર કાકા ભત્રીજા પર ચાર શખ્સોનો છરી વડે હુમલો
મોરબી: ભડીયાદ કાંટા પાસેથી ભાડુ લઈ યુવક અને ભત્રીજો જઈ રહ્યા હતા ત્યારે મોરબીના જૂના રફાળેશ્વર રોડથી લાલપર ગામ તરફ જવાના આર.સી.સી રોડ ઉપર આવેલ ગોળાઈ ઉપર અજાણ્યા શખ્સે બાઈક આડુ નાખી યુવક અને તેના ભત્રીજા સાથે બોલાચાલી કરી યુવકને ચાર શખ્સોએ પકડી છરી વડે ઈજા પહોંચાડી હોવાની મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના રફાળેશ્વર ગામે રહેતા ધવલભાઈ હસમુખભાઈ ગોહિલ (ઉ.વ.૨૪) એ આરોપી ચાર ઈસમો વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તથા તેનો ભત્રીજો સાહેદ મિત ઉપેન્દ્રભાઇ ગોહીલ બંને તેમનુ જુપીટર મોટરસાયકલ રજીસ્ટર નં-GJ-36-AK-6987 વાળુ લઇ ભડીયાદ કાંટા પાસે આવેલ માહી એપાર્ટમેન્ટ ખાતેથી ભાડુ લઇને જુના રફાળેશ્વર તરફ જતા હતા ત્યારે એન.જી.મહેતા સ્કુલ પાસે આવેલ મંદિર પાસે પહોંચતા એક અજાણ્યો શખ્સે તેનુ બાઈક આડુ નાંખતા ફરીયાદિના ભત્રીજાએ મોટરસાયકલ ઉભુ રાખેલ અને અજાણ્યા બાઈક ચાલક આરોપીએ ફરીયાદી તથા સાહેદની પુછપરછ કરતા ફરીયાદી તથા સાહેદ કાંઇ જણાવેલ નહી અને મો.સા. લઇ નીકળવા જતા આરોપીએ તેનુ મો.સા. ફરીના મો.સા. સાથે ભટકાળેલ બાદ ફરી તેનુ મો.સા. લઇ નીકળવાઇ જતા આરોપીએ ફરીયાદીનુ બાઇક આડુ નાંખી ફરીયાદિનુ મોટરસાયકલ ઉભુ રખાવી ચાવી કાઢી લઇ ફરીયાદી સાથે બોલાચાલી કરવા લાગેલ તે દરમ્યાન બીજા ત્રણ અજાણ્યા સ આરોપીઓ મોટરસાયકલ લઇ આવેલ તેમાં બાઇક ચાલકે છરી કાંઢતા ફરીયાદી તથા સાહેદ ભાગવા જતા સાહેદને અજાણ્યા ત્રણ આરોપીએ પકડી લીધેલ અને પાછળથી આવેલ બાઇક ચાલક આરોપીએ ફરીયાદીનો પીછો કરી તેના હાથમાં રહેલ છરીના ઘા ફરીયાદી મારી ઈજા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.