Thursday, October 31, 2024

મોરબી: જુના ઝઘડાનુ મનદુઃખ રાખી યુવક પર છ શખ્સોનો છરી વડે હુમલો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી જિલ્લામાં મારામારીના બનાવો દિનપ્રતિદિન વધતા જઈ રહ્યા છે લોકોને પોલીસનો ડર રહ્યો નથી. જેના કારણે કાયદો અને વ્યવસ્થા ખોરવાઈ છે ત્યારે વધુ એક મારામારીની ફરીયાદ નોંધાઈ છે જેમાં યુવકને આરપી સાથે ઝઘડો થયો હોય તે અગાઉના ઝઘડાનું મનદુઃખ રાખી છ શખ્સોએ છરી ધોકા પાઈપ બોલેરો ગાડીમા લઈને નીકળી ગયા હતા યુવક પોતાની ઈકો કાર લઈને જતો હોય ત્યારે મોરબીના આદરણા ગામથી સમલી જતા રોડ ઉપર ખારા તરીકે ઓળખાતી સીમ પાસે પહોંચતા આરોપીઓએ બોલેરો ગાડી રોડ વચ્ચે ઉભી રાખી યુવકની ઈકો કારના કાચ તોડી યુવકને છરી વડે તથા ધોકા વડે ઈજા કરી હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મોરબીના વાકડા ગામે રહેતા ભરતભાઇ પોપટભાઈ રાતડીયા (ઉ.વ.૨૭) એ આરોપી પંકજભાઇ ગોકળભાઇ બાંભવા, વિનોદભાઇ ગોકળભાઇ બાંભવા, પ્રવિણભાઇ ભોજાભાઇ બાંભવા, રાજેશ ગોકળભાઇ બાંભવા, ગટુ મારવાડી, ગોકળભાઇ ખોડાભાઇ બાંભવા રહે. બધા આદરણા તા-જી-મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તેમની ઇકો ગાડી રજીસ્ટર નંબર- જીજે-૦૩- એલ-૮૬૦૯ વાળી લઇ સમલથી આદરણા તરફ આવતા હતા ત્યારે ખારા તરીકે ઓળખાતી સીમ પાસે પહોચતા આરોપીઓ અગાઉના ઝઘડાનો ખાર રાખી આદરણા તરફથી એક બોલેરો ગાડી લઇ આવી રોડની વચ્ચે ઉભી રાખી ફરીયાદીની ઇકો ગાડીના કાચ તોડી દરવાજો ખોલી ફરીયાદીને નીચે ઉતારી ભુડા બોલી ગાળો આપતા ફરીયાદીએ ગાળો આપવાની ના પાડતા આરોપીઓ એકદમ ઉશકેરાઇ જઇ ફરીયાદીને છરી વડે તથા ધોકા વડે ઇજા પહોંચાડી આજે પુરો કરી નાખવો છે તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર