સાંસદ વિનોદ ચાવડા પગરખાં કાંડનાં પિડીત પરીવારની મુલાકાત લે નહીંતર તેમની સામે વિરોધ પ્રદર્શન:N.S.U.I.
આવતીકાલે કચ્છ-મોરબી લોકસભાના સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબીમા એક સ્નેહમિલનના કાર્યક્રમમા મોરબી આવતા હોય અને અનુસૂચિત જાતિના પ્રતિનિધિ તરીકે અનુસૂચિત જાતિ પર અત્યાચાર થતાં અત્યાચારને રોકવા અને સરકાર સામે બોલવું તેમની ફરજ પડે છે તેથી તેને મોરબી જિલ્લા N.S.U.I. દ્વારા એક જાહેર માંગણી કરવામાં આવી છે
વિનોદ ચાવડા મોરબીમા બનેલી ઉનાકાંડ જેવી ચકચારી બનેલ ઘટનામા પીડિત તથા તેના પરિવારજનોની મુલાકાત લે અને પીડિતને ન્યાય આપવાની ખાત્રી આપે અને પીડિતને સારવાર મળી તેની નોંધ લે નહિતર મોરબી જિલ્લા N.S.U.I. દ્વારા આશ્ચર્ય જનક પ્રોગ્રામ અથવા તો કાળા વાવટા ફરકાવીને વિરોધ પ્રદર્શન કરવાની ચિમકી ઉચ્ચારી છે