મોરબી નિવાસી જયાબેન રસિકલાલ દેસાઈનું દુઃખદ અવસાન
મોરબી: મોરબી નિવાસી જયાબેન રસિકલાલ દેસાઈ (ઉ.વ.92) તે સ્વ. રસિકલાલ ઝવેરચંદ દેસાઈ (લજાઈવાળા) ના પત્ની, કિશોરભાઈ, ચંદનબેન હિતેશભાઈ મહેતા (રાજકોટ) અને અરુણાબેન ભરતકુમાર ખોખાણી (મોરબી) ના માતાનું ગઈકાલે તા. 8 ના રોજ અવસાન થયું છે. સદગતનું ઉઠમણું આજે તા. 9 ને ગુરૂવારે સાંજે 4:30 કલાકે પ્લોટ પૌષધ શાળા, વોડાફોન સ્ટોરની સામે, શનાળા રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક વહેવાર બંધ રાખવામાં આવ્યો છે.