Monday, March 24, 2025

પૈસો કરાવે વેર! મોરબીના નીચી માંડલ નજીક પૈસાની લેતી દેતી બાબતે બે યુવાનોને ઢોર માર મારવામાં આવ્યો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીના નીંચી માડલ ગામ ભાભા શોપીંગની પાછળ ગોડાઉનમાં યુવક તથા તેના કાકાનો દીકરો કિરણ અને તેનો મિત્ર હિતેષ જે રહેતો હોય રાધે પાન સેન્ટરમાં કામ કરતો હોય જેને આરોપી શેઠ સાથે પૈસાની લેતી દેતી બાબતે બાબતે શેઠ સાથે બોલાચાલી થતા મોટરસાયકલ લઈને ગામડે જતો રહ્યો રહેલ હોય જેથી આરોપીઓએ યુવક તથા તેના ભત્રીજા કિરણભાઈ પાસે આવી હિતેષને તમે કેમ ભગાડી દિધો કહી યુવક તથા તેના ભત્રીજાને માર માર્યો હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વતની હાલ મોરબીના નીચી માંડલ ગામે‌ ભાભ શોપીંગની પાછળ ગોડાઉનમાં રહેતા કાનજીભાઇ રામાભાઈ સુરેલા (ઉ.વ.૨૯) એ આરોપી જીતેન્દ્ર પટેલ તથા વિપુલ પટેલ રહે. બંને નિચી માંડલ ગામ રાધે પાન નામની દુકાન તા.જી. મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના કાકાનો દીકરો કિરણ અને તેનો મિત્ર હિતેષ જે નીંચી માંડલ ગામે ફરીયાદી સાથે ભાભા શોપીંગની પાછળ ગોડાઉનમાં રહેતો હોય અને રાધે પાન સેન્ટરમા કામ કરતો હોય અને આરોપી તેના શેઠ સાથે પૈસાની લેતીદેતી બાબતે બોલાચાલી થતા હીતેષ તેના ગામડે ફરીયાદીનુ મોટરસાયકલ લઇને જતો રહેલ હોય જેથી આરોપીઓ ફરીયાદી તથા ઇજા પામનાર સાહેદ કીરણભાઇ પાસે આવી ફરીયાદીને કહેલ કે હીતેષને તમે કેમ ભગાડી દીધો તેમ કહી ફરીયાદી સાથે જપાજપી કરી ભુંડી ગાળૉ બોલી હીતેશ બાબતે પુછપરછ કરવા માટે તેની ગાડીમાં બેસાડી તેની રાધે પાન નામની દુકાને લઈ જઈ ત્યાં ખુરેશી ઉપર બેસાડી આરોપીઓએ ફરિયાદિ તથા સાહેદને ત્રણ કલાક સુધી ઢીકાપાટુનો તથા લાકડાનો ધોકા વડે આડે ધડ મારમારી હાથપગ ભાંગી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર