મોરબી નવા બસ સ્ટેન્ડના પાર્કીંગમાથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ
મોરબી: મોરબી નવા બસ સ્ટેન્ડના પાર્કીંગમાથી આરોપી બાઈક ચોરી કરી લઇ ગયો હતો આ બનાવ અંગે ભોગ બનનાર યુવકે આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી નવા બસ સ્ટેન્ડ સામે રઘુવીર સોસાયટીમાં રહેતા કલ્પેશભાઇ બળવંતભાઈ જયસ્વાલ (ઉ.વ.૪૭) એ આરોપી રાહુલભાઈ ભીમાભાઇ સીપણોદા (ઉ.વ.૨૦) રહે. વીસીપરા સ્મશાન પાસે મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૨૬-૦૧-૨૦૨૪ ના રોજ કોઈ પણ સમયે આરોપીએ ફરીયાદીનુ હીરો હોન્ડા કંપનીનું સ્પેલેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નંબર- જીજે-૦૩-એ.એસ-૩૫૦૧ સને ૨૦૦૫ નું મોડલ જેની કિંમત રૂ.૪૦,૦૦૦ વાળુ પાર્ક કરેલી જગ્યાએથી ખસેડી ચોરી કરી લઇ ગયો હતો જેથી આ બનાવ અંગે ભોગ બનનાર કલ્પેશભાઇએ આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૭૯ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.