મોરબીના નવા બસ સ્ટેન્ડના પાર્કિંગમાથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ
મોરબી: મોરબીમાં બાઈક ચોરીના કિસ્સા વધી રહ્ય છે અઠવાડિયે દશ દિવસ બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ છે કે મોરબીના નવા બસ સ્ટેન્ડના પાર્કિંગમાથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ જુનાગઢના વતની અને હાલ મોરબીના ગોવર્ધનનગર નવયુગ સ્કૂલની પાસે છાત્રાલય રોડ પર રહેતા પરાગભાઇ ભીખુભાઈ રાઠોડ (ઉ.વ.૩૪) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ગત તા. ૧૪-૦૬-૨૦૨૪ થી ૧૮-૦૬-૨૦૨૪ સુધીમાં અજાણ્યા ચોર ઈસમે ફરીયાદીનુ હોન્ડા કંપનીનું લીવો મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-૧૧-બીએમ-૩૪૩૮ વાળુ સને ૨૦૧૭ નુ મોડલ જેની કિંમત રૂ. ૩૦,૦૦૦ વાળુ પાર્ક કરેલી જગ્યાએથી કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હતો. આ બનાવ અંગે પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.