Thursday, January 30, 2025

રાષ્ટ્રધ્વજનું અપમાન; મોરબી નવા બસ સ્ટેન્ડની કચરા પેટીમાં રાષ્ટ્રધ્વજ ફેંકી દઈ કરાયુ અપમાન

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: સમગ્ર દેશ તેમજ રાજ્યમાં ત્રણ દિવસ પહેલા ૨૬ જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી ત્યારે મોરબી નવા બસ સ્ટેન્ડમા રાષ્ટ્રધ્વજની ગરીમા ન જાળવી રાષ્ટ્રધ્વજ કચરા પેટીમાં ફેંકી દઈ રાષ્ટ્રધ્વજનું અપમાન કરવામાં આવ્યું.

ગણતંત્ર દિવસના અવસર પર દરેક વ્યક્તિએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને જશ્ન મનાવ્યો હતો. કોઈએ ઘરની છત પર ધ્વજ ફરકાવ્યો તો કોઈ શાનપૂર્વક છાતીએ ધ્વજ લગાવીને ફર્યું. નાનાં બાળકો પણ શાળાએ નાન-નાના ધ્વજ લઈને જતા જોવામાં આવ્યાં, પણ શું તમે જાણો છો કે, રાષ્ટ્રધ્વજને સાચવીને રાખવાના અને તેને નીચે ઉતારવાનાં પણ અમુક નિયમો છે.

ઘરમાં ફરકાવવામાં આવેલ રાષ્ટ્રધ્વજને ઉતારીને રાખવા માટે સંસ્કૃતિ મંત્રાલયે આ ગાઈડલાઈન બહાર પાડી છે. જેમાં રાષ્ટ્રધ્વજને ધીમે-ધીમે નીચે ઉતારો, તે પછી તેને હોરિઝોન્ટલ (આડો) રાખો, હવે કેસરી અને લીલા રંગની પટ્ટીને એ રીતે વાળો કે, સફેદ રંગ અને અશોક ચક્ર વચ્ચે આવે, તે પછી સફેદ પટ્ટીને એવી રીતે વાળો કે, કેસરી અને લીલી રંગની ધરીઓ સાથે ફક્ત અશોક ચક્ર દેખાય, આ ધ્વજને સન્માન સાથે સંભાળીને રાખો. ધ્યાન રાખો કે, કોઈપણ સ્થિતિમાં ધ્વજ જમીનને અડકવો જોઇએ નહીં.ધ્વજને કોઈ નુકસાન ન પહોંચે. જો કોઈ નુકસાન પહોંચે તો એકાંતમાં તમે તેને નષ્ટ કરી શકો છો, ધ્વજનું અપમાન કરવું એ ગુનાહિત પ્રવૃત્તિ છે. જો કોઈ વ્યક્તિ ધ્વજને જાહેરમાં સળગાવે છે, તેને ખરાબ કરે છે, તેને રસ્તામાં કચડી નાખે અથવા નિયમની વિરુદ્ધ ધ્વજ ફરકાવતા જોવા મળે તો તેને 3 વર્ષની જેલ અને દંડ થઈ શકે છે. એ પણ થઈ શકે કે, તે વ્યક્તિને દંડ પણ ભરવો પડે અને જેલની સજા ભોગવવી પડે.

ત્યારે આ બધા નિયમોને નેવે મુકતો ઘટના પ્રકાશમાં આવી છે જેમાં ત્રણ દિવસ પહેલા સમગ્ર દેશમાં ૨૬ મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારબાદ રાષ્ટ્રધ્વજની ગરીમા દરેક નાગરિકોએ જાળવવી જોઈએ તેવામાં મોરબી નવા બસ સ્ટેન્ડમા કોઈ અજાણ્યા શખ્સે રાષ્ટ્રધ્વજ કચરા પેટીમાં ફેંકી દઈ રાષ્ટ્રધ્વજનું અપમાન કર્યું છે ત્યારે આવા ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ અને દરેક નાગરિકોએ રાષ્ટ્રધ્વજની જાળવણી કરવી જોઈએ જ્યાં ત્યાં રાષ્ટ્રધ્વજ ફેંકી રાષ્ટ્રધ્વજનું અપમાન કરવું જોઈએ નહી. અને રાષ્ટ્રધ્વજનું સન્માન કરવુ જોઈએ.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર