મોરબી નવા બસસ્ટેશન ખાતે શ્રી અંબાજીમાઁ મંદિરનો પ્રથમ પાટોત્સવ ઉજવાયો
એસ.ટી. મોરબી ડેપોના છેલ્લા ૨૫ વર્ષમાં નિવૃત થયેલ ૧૯૦ કર્મચારીઓ ઉપસ્થિતી માં પ્રવર્તમાન કર્મચારીઓ દ્વારા સવિશેષ આયોજન
એસ.ટી. વિભાગ-મોરબી ડેપો દ્વારા મોરબી નવા બસસ્ટેશન સ્થિત શ્રી અંબાજીમાઁ મંદિરનો પ્રથમ પાટોત્સવ ભક્તિભાવ પૂર્વક ધામધૂમથી ત્રિવિધ કાર્યક્રમો સહ ઉજવવામાં આવ્યો હતો. જે અંતર્ગત મહાયજ્ઞ, મહાઆરતી તેમજ મહાપ્રસાદનું આયોજન કરવા માં આવ્યુ હતુ. મોરબી એસ.ટી. વિભાગના છેલ્લા ૨૫ વર્ષમાં નિવૃત થયેલ ૧૯૦ કર્મચારીઓની ઉપસ્થિતીમાં મંદિરનો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો.
આયોજનને સફળ બનાવવા મોરબી એસ.ટી. ડેપો મેનેજર અનિલભાઈ પઢારીયા, મોરબી એસ.ટી. ડેપો ટી.સી. ડી.એન.ઝાલા, યોગેશભાઈ જાની સહીતના કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.