મોરબી નજીક કારખાનામાં ગળેફાંસો ખાઈ યુવકનો આપઘાત
મોરબીના ખોખરા હનુમાન રોડ પર પોલો સર્કલ પાસે આવેલ ઉમા કટીંગ ઝોન નામના કારખાનામાં ઓરડીમાં ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબીના ખોખરા હનુમાન રોડ પર પોલો સર્કલ પાસે આવેલ ઉમા કટીંગ ઝોન નામના કારખાનામાં મજુર ઓરડીમાં રહેતા અનિલભાઈ ગોપાલભાઈ (ઉ.વ.૩૦) નામના યુવકને તેમની પત્ની સાથે નાની નાની વાતોમાં બોલાચાલી ઝગડા થતા હોય જેથી યુવકને મનોમન લાગી આવતા પોતે પોતાની જાતે ઉમા કટીંગ ઝોન નામના કારખાનામાં મજૂરોની ઓરડીમાં લોખંડની ઈંગલ સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ લેતા અનિલભાઈ નામના યુવકનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.