મોરબી નવલખી ફાટક નજીક ટ્રકે હડફેટે લેતા રાહદારીનુ મોત
મોરબી: મોરબી નવલખી ફાટક પાસે ગણેશ મોટર્સ વાળા સર્વીસ રોડ ઉપર ટ્રકે ચાલીને જતા યુવકને હડફેટે લેતા યુવકનુ મોત નિપજ્યું હતું જેથી આ બનાવ અંગે ભોગ બનનાર મૃતકના પિતાએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ માળીયા તાલુકાના મોટા દહીસરા ગામે રહેતા ધીરૂભાઇ મેપાભાઈ સાંથલીયા (ઉ.વ.૬૦) એ આરોપી ટ્રક રજીસ્ટર નંબર -GJ-03-BW-7545 ના ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૫-૦૧-૨૦૨૪ ના રોજ ટ્રક રજીસ્ટર નં.GJ-03- BW-7545 નો ચાલક આરોપીએ પોતાના હવાલાવાળો ટ્રક બેદરકારી પુર્વક લોકોની જીંદગી જોખમાઇ તે રીતે નવલખી ફાટક તરફથી સર્વીસરોડ ઉપર પુરઝડપે હંકારી લાવીને ફરીયાદીના દીકરા ગણપત ચાલીને જતા હોય ત્યારે સાઇડમા અડફેટે લેતા ટ્રકના પાછળના ટાયરના જોટામા આવી જતા માથાના ભાગે ગંભીર ઇજા થતા મોત નિપજ્યું હતું. જેથી આ બનાવ અંગે ભોગ બનનાર મૃતકના પીતા ધીરૂભાઇએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૩૦૪(અ),૨૭૯, ૩૩૭ તથા એમ.વી. એક્ટ કલમ ૧૭૭,૧૮૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.