મોરબી નવલખી રોડ પર કાર અથડાતાં યુવકને ત્રણ શખ્સોએ માર માર્યો
મોરબી નવલખી રોડ પર સેન્ટમેરી સ્કુલ પાસે ફાટકના બંમ્પ પાસે યુવકની કાર સાથે આરોપીની કાર પાછળથી અથડાય જતા યુવક તથા સાહેદ સાથે માથાકુટ કરી કારમા નુકસાન કરતા યુવકે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.
મળતી માહિતી મુજબ બે ત્રણ દિવસ પહેલા મોરબીના રવાપર ગામ હીરલ પોઇન્ટ એપાર્ટમેન્ટમાં રહેતા ફરીયાદી બ્રીજેશભાઈ જાકાસણીયા તેમના પરીવાર સાથે આમરણ થી એક પ્રસંગમાં જતા હતા ત્યારે અજાણ્યા ત્રણ આરોપીઓએ ગૌતમભાઇની કારની સાથે આરોપીઓની કાર પાછળથી સફારી કાર અથડાતાં આરોપીઓએ સાહેદ ગૌતમભાઇ સાથે માથાકુટ કરી સાહેદની કારમાં પથ્થર વડે નુકસાન કરી તેમજ બ્રીજેશભાઈ દુર્લભજીભાઈ જાકાસાણીયાને ઢીકાપાટુનો મારમારી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા આરોપીઓ વિરુદ્ધ બ્રીજેશભાઈએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.