મોરબી:- નેશનલ હાઇવે પર આવેલ સોસાયટી માંથી બુટલેગરને પકડી પાડતી બી ડિવિઝન પોલીસ
મોરબી બી ડિવિઝન પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસ દ્વારા સામાકાંઠા વિસ્તારમાં આવેલ મહારાણા પ્રતાપ સોસાયટી પાસે જાહેર માર્ગ પર રેઇડ કરતા જગ્યા પરથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો ત્યારે પોલીસ દ્વારા આ કામના આરોપી અર્જુનસિંહ દીલુભા ઝાલા ને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ દ્વારા સ્થળ પરથી
(૧) બેલેન્ટાઇન ફીનેસ્ટ સ્કોચ વ્હીસ્કી ફોર સેલ ઇન રાજસ્થાન ઓનલી લખેલ ૭૫૦ મીલીની કાચની શીલ પેક બોટલ નંગ-૦૪ કિં.રૂ.૮૦૦૦/- તથા (૨) મેકડોવેલ નં.૧ ઓરીજનલ વ્હીસ્કી ફોર સેલ ઇન દીલ્હી ઓન્લી લખેલ ૭૫૦ મીલીની કાચની શીલ પેક બોટલ નંગ-૦૫ કિં.રૂ.૧૮૭૫/- તથા (૩) બ્લેક જોની વોલ્કર સ્કોચ વ્હીસ્કી લખેલ ૭૫૦ મીલીની કાચની શીલ પેક બોટલ નંગ-૦૧ કિં.રૂ.૨૮૦૦/- (૪) રેડ લેબલ જોની વોલ્કર સ્કોચ વ્હીસ્કી ફોર સેલ ઇન રાજસ્થાન ઓનલી લખેલ ૭૫૦ મીલીની કાચની શીલ પેક બોટલ નંગ-૦૧ કિં.રૂ.૨૦૦૦/- (૫) એબ્સોલ્યુટ વોડકા લખેલ ૭૫૦ મીલીની કાચની શીલ પેક બોટલ નંગ-૦૪ કિં.રૂ.૫૬૦૦/- (૬) બ્લેન્ડર પ્રાઇડ સીલેક્ટ પ્રીમીયમ વ્હીસ્કી ફોર સેલ ઇન રાજસ્થાન ઓનલી લખેલ ૭૫૦ મીલીની કાચની શીલ પેક બોટલ નંગ-૦૭ કિં.રૂ.૫૯૫૦/- એક કુલ બોટલો નંગ-૨૨ કુલ કિં.રૂ. ૨૬,૨૫૦/- નાં મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. ઉપરાંત પ્રોહિબિસન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.