મોરબી ને.હા. રોડ પર માટીનો ઢગલો ઠાલવી જનાર ટ્રક ચાલકને ઝડપી પાડી પોલીસે કાયદાનું ભાન કરાવ્યું
મોરબી નેશનલ હાઇવે રોડ ઉપર એક ટ્રક ચાલક માટીનો ઢગલો ઠાલવી ગયેલ હોય જે ટ્રક ઇસમને મોરબી જીલ્લા ટ્રાફિક પોલીસે શોધી કાયદાનું ભાન કરાવ્યું હતું.
મોરબી જીલ્લા ટ્રાફિક પોલીસ ટ્રાફિક નિયમનની કામગીરીમાં કાર્યરત હોય તે દરમ્યાન સોશ્યલ મીડીયામાં લાલપર નજીક રોડ ઉપર કોઇ માટીનો ઠગલો ઠાલવી ગયા હોય તેવો વાઇરલ થયેલ વિડિયો બાબતે તાત્કાલીક કાર્યવાહી કરવા જણાવતા.
જે વિડીયો જોતા જેમાં મોરબી વાંકનેર નેશનલ હાઇવે રોડ લાલપર સોલો સીરામીક સામે રોડ ઉપર લાલપર નજીક રોડ ઉપર માટીનો ઢગલો ઠાલવી જનાર વાહન તરીકે એક ટ્રક નંબર-GJ-13-AX-4593 હોવાનુ જાણવા મળે ટ્રકના રજીસ્ટર નંબર-GJ-13- AX-4593 વાળા હોવાનું જણાય આવતા, તુરત જ રજીસ્ટર નંબર વાળા વાહનની e.GujCop માં સર્ચ કરી ડીટેઇલ મેળવી, ટ્રકના રજીસ્ટર નંબર- -GJ-13-AX -4593 સાથે શોધી કાઢી પુછપરછ કરતા આરોપી હમીરભાઇ સુખાભાઇ મકવાણા (ઉ.વ.૩૧) રહે-મોળથળા તા. થાનગઢ જી-સુરેન્દ્રનગરવાળાએ ગુન્હાની કબુલાત આપતા ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવી કાયદાનું ભાન કરાવ્યું હતું.