મોરબી નગર પાલીકામા ૪૫(ડી) હેઠળ થયેલ કામોની તપાસ કરી દોષિતો વિરુદ્ધ કાર્યવાહી કરવા કોંગ્રેસની માંગ
મોરબી નગરપાલિકામાં ભાજપના શાસન દરમ્યાન કલમ ૪૫(ડી) હેઠળ કરવામાં આવેલ કોમોની સો ટકા રીકવરી કરી ભ્રષ્ટાચાર આચરનાર દોષિત વિરુદ્ધ કાર્યવાહી કરવા મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ મોરબી નગરપાલિકાના વહિવટદારને લેખિત રજૂઆત કરી માંગ કરી છે.
મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ મોરબી નગરપાલિકાના વહીવટદારને લેખીતમાં જણાવ્યું હતું કે મોરબી નગરપાલીકાની છેલ્લી ચુંટણી બાદ ભાજપની મોરબી નગરપાલીકામાં સંપૂર્ણ બહુમતી હતી અને 52 બેઠક ઉપર ભાજપના સભ્યો ચુંટાયા હતા. ત્યારબાદ મોરબી નગરપાલીકા વિસ્તારની અંદર કરવામાં આવેલા કામોમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાના લીધે લોકો આજે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ત્યારે કલમ ૪૫(ડી) હેઠળ મોરબી નગરપાલીકા વિસ્તારની અંદર પાલીકાના પમુખ સહિતના સભ્યો દ્વારા જુદા જુદા વોર્ડની અંદર લાખો નહી પરંતુ કરોડો રૂપિયાના કામ કરાવવામાં આવ્યા છે. જો કે તે કામ ખરેખર કલમ ૪૫(ડી) હેઠળ કરાવી શકાય કે કેમ તે પણ એક તપાસનો વિષય છે. જેથી કરીને આ બાબતે નિષ્પક્ષ અને તટસ્થ તપાસ થાય અને જો પ્રજાના પૈસા ખોટી રીતે વા૫૨વામાં આવ્યા હોય તો પ્રમુખ સહિતના તમામ દોષિતોની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને તે તમામ લોકોની પાસેથી ૪૫(ડી) ની કલમ હેઠળ કરવામાં આવેલા કામોના ખર્ચની સો ટકા રિક્વરી કરવામાં આવે તેવી મોરબી જનતા વતી કોંગ્રેસની માંગ છે.
તેમજ મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા કેટલીક માહિતી નગરપાલિકાના વહિવટદાર પાસે માંગવામાં આવી છે જે નીચે મુજબ છે.
(૧) મોરબી નગરપાલિકામાં ભાજપની સતા આવી ત્યાર પછી ૪૫(ડી) હેઠળ કેટલા કામો કરવામાં આવ્યા છે?
(૨) મોરબીના કયા વોર્ડની અંદર ૪૫(ડી) હેઠળ કેટલા કામો કરવામાં આવ્યા છે?
(૩) ૪૫(ડી) ની કલમ હેઠળ કયા સંજોગોમાં અને કયા કારણોસર કામ કરાવી શકાય છે?
(૪) જો ૪૫(ડી) ની કલમ હેઠળ ન સમાવી શકાય તેવા કામ આ કલમ હેઠળ કરવામાં આવ્યા હોય તો ક્યા પ્રકારના પગલા પાલીકાના અધિનિયમ મુજબ લઈ શકાય છે?
(૫) મોરબી પાલીકા વિસ્તારની અંદર ભાજપના શાસન દરમિયાન ૪૫(ડી) હેઠળ બેફામ કામગીરી કરવામાં આવી તે કોના ઈશારે થતી હતી?
(૬) મોરબી નગરપાલીકાના સતાધિશો દ્વારા કલમ ૪૫(ડી) હેઠળ કયા કયા કામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો?
(૭) પાલીકાના અધિનિયમ મુજબ કલમ ૪૫(ડી) નો ઉપયોગ કોણ કરી કે કરાવી શકે અને ક્યારે કરાવી શકે છે ?
(૮) મોરબી પાલીકામાં 52 સભ્યો સાથે ભાજપની સતા આવી ત્યાર પછીથી પાલીકા સુપરસી ડકરવામાં આવી ત્યાં સુધીમાં ૪૫(ડી) હેઠળ કરવામાં આવેલા કામોનું લીસ્ટ ખર્ચની વિગત સાથે આપવું.
(૯) પાલીકામાં ૪૫(ડી) કલમ હેઠળ લેવામાં આવેલ પરંતુ ન કરવામાં આવેલા કામોનું લીસ્ટ તેના ખર્ચની વિગત સાથે આપવું.
(૧૦) જે કામોને પાલીકાની બોડી સુપરસીડ થયા પછી રોકી દેવામાં આવ્યા તે કામ કોની સુચનાથી બંધ કર્યા હતા?
(૧૧) જો ખોટી રીતે પાલીકાના ભાજપના સતાધિશોએ કલમ ૪૫(ડી) નો ઉપયોગ કર્યો હોય તો પાલીકાએ અત્યાર સુધીમાં શું પગલા લીધા છે. તેની સંપૂર્ણ વિગત આપવી.
ઉપરોક્ત માંગવામાં આવેલ માહિતી જો ૧૫ દિવસમાં નહી આપવામાં આવે તો મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી.