Thursday, January 16, 2025

મોરબી પાલીકા દ્વારા બનાવેલ નંદીઘરનો કુલ ખર્ચ અને રઝળતા ઢોરની વિગતોની કોંગ્રેસે માંગ કરી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

જો વિગતો પંદર દિવસમાં નહી આપવામાં આવે તો આંદોલન કરવાની કોંગ્રેસની ચિમકી

મોરબી: મોરબી શહેરને ઢોર મુક્ત કરવા નગરપાલિકા દ્વારા નંદીઘર બનાવવામાં આવ્યા છે જે નંદીઘરનો કુલ ખર્ચ અને ત્યાં રાખવામાં આવેલ રઝળતા ઢોરની તારીખ વાઈઝ વિગતો મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા માંગવામાં આવી છે. તેમજ જો આગામી 15 દિવસમાં વિગતો આપવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

મોરબી શહેર પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા નગરપાલિકાના વહિવટદારને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે મોરબી શહેરમાં ભાજપની સતા હતી ત્યારે મોરબીને ઢોરમુક્ત કરવા નંદીઘર બનાવવામાં આવ્યું છે. તેવી જાહેરાત કરવામાં આવી હતી. જો કે આજની તારીખે પણ રજળતા ઢોરનો પ્રશ્ન યથાવત છે. જેની નીચે મુજબની વિગતો પુરી પાડવા પાલીકાના વહીવટદારને રજુઆત કરી છે.

આ નંદીઘર બનાવવા માટે થઈને પાલીકાના કયા હેડમાંથી રૂપિયા વાપરવામાં આવ્યા ? આ નંદીઘર બનાવવા માટે કઈ કઈ સંસ્થા તરફથી દાન મળેલ હતું ? જેની સંસ્થાના નામ સહિત આકડાકીય વિગતો તારીખ વાઈઝ પુરી પાડવી. આ નંદીઘર કયારથી ચાલુ કરવામાં આવેલ હતું અને કયારે બંધ કરવામાં આવેલ છે ? આ નંદીઘર બનાવવામાં આવેલ ત્યારથી બંધ કર્યા સુધીમાં કુલ કેટલા ઢોર રાખવામાં આવેલ હતા ? જેની તારીખ વાઈઝ વિગતો પુરી પાડવી.

આ નંદીઘર બનાવવા માટે થઈને જે પાલીકાએ ખર્ચ કરેલ છે તે રકમ કયા હેડમાં ઉધારવામાં આવી છે ? જેની આકડાકીય વિગતો તારીખ વાઈઝ પુરી પાડવી. આ નંદીઘરની અંદર કુલ કેટલા કર્મચારીઓ કામ કરતા હતા? અને તે કર્મચારીઓને કેટલો પગાર ચુકવવામાં આવતો હતો ? આ નંદીઘરમાં રાખવામાં આવતા રઝળતા ઢોરને નંદીઘરમાં મુકવા માટે કઈ સંસ્થાઓ આવતી હતી? જેના નામ સાથે વિગતો પુરી પાડવી. આ નંદીઘરમાં રાખવામાં આવેલ ઢોર માટે ઘાસચારો અને અન્ય વસ્તુઓની જે ખરીદી કરવામાં આવતી હતી તે વસ્તુઓની ખરીદી ક્યાંથી કરવામાં આવતી હતી ? જેની વસ્તુઓના નામ સાથે તારીખ વાઈઝ વિગતો પુરી પાડવી. આ નંદીઘરમાં મુકવામાં આવેલા કન્ટેનરની ખરીદી ક્યાંથી કરવામાં આવેલ હતી અને શું ભાવથી ખરીદી કરવામાં આવેલ હતી. ?

વધુમાં મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે જો આગામી ૧૫ દિવસમાં વિગતો પુરી પાડવામાં નહી આવે તો. ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે. જેમાં ઉપસ્થિત થનાર પરિણામોની જવાબદારી પાલીકાની રહશે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર