મોરબી નગરપાલિકા છે કે નુગરી પાલિકા ? બંધ કરો લોકોની મશ્કરી
મોરબી: તમે મોરબીવાસી છો તો અમારા ટાઇટલ સાથે સહમત હસો કેમ કે અમે નથી કહેતા પણ લોકોની વેદના બોલે છે. થોડા દિવસો પહેલા મને નગરપાલિકાના ભ્રષ્ટાચાર ના જીવતા જાગતા પુરાવા જાહેર કરતા રાજકીય નેતા દ્વારા નગરપાલિકાના એન્જિનિયર ને પ્રેસ કરવા દબાણ કર્યું જેમા એન્જિનિયર ને ગટર કીયા આવેલી અને વેરો છેનો લેવાઈ એજ ખબર ન હતી તેમ છતા ફરી પ્રેસ જાહેર કરી લોકોને દાઝ્યા ઉપર ડામ આપ્યા.
આજે નગરપાલિકાએ પ્રેસ નોટ દ્વારા કલેક્ટર,ચીફ ઓફિસર અને ધારાસભ્યના પ્રજાના સુખાકારી માટે પ્રશ્નો સાંભળવાના ટાઈમ ટેબલ જાહેર કરી મોરબીને મનોરંજન પૂરું પાડ્યું છે પણ મજાકની પણ કોઈ હદ હોઈ હજી વર્ષો જૂના પ્રશ્નોનો ઉકેલ નથી આવ્યો ત્યાં નવા પ્રશ્નો સાંભળશે.
હકીકત માં મોરબીના ૨૫ થી ધારાસભ્ય પદે રહેલા કાંતિભાઈ ને પ્રેસ કરી ને જાહેર કરવું જોઈએ કે નગરપાલિકા એ લોકોના શું પ્રશ્નો દૂર કર્યા અથવા ઉભરાતી ગંધાતી ગટર, તૂટેલા ઢાંકણા, શહેર ના મુખ્ય માર્ગ પર રખડતા રેઢીયાળ ઢોળ, ચારેબાજુ કચરાના ઢગ, તૂટેલા રસ્તા , બેફામ જાહેરાત ના બોર્ડ, તૂટી ગયેલી સ્ટ્રીટ લાઈટ, ખાડાવાળા રસ્તા, આલાપ રોડ, લાતિપ્લોટ ની ઉભરતી ગટરો ના પ્રશ્નો ક્યારે દૂર કરશે.
મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ છેલ્લા ત્રણ વર્ષથી વરરાજાના કાકાની જેમ નગરપાલિકાનો સાફો બાંધી ને ફરે છે અને જાહેરમાં કહે છે કે નગરપાલિકાના સભ્યો તળિયા જાટક કરી ગયા.માટે પેન્ડિંગ કામના ચૂકવવાના પૈસા નથી લાઈટ બિલ ભરવાના પૈસા નથી તો આજ દિન સુધી સરકાર કે ACB માં ફરિયાદ કેમ ન કરી રહી વાત કલેકટર ની તો પ્રજાના પગરખા કલેકટર ઓફિસે જઈ જઈને ઘસાઈ ગયા છે તો પણ મોરબી શહેરની સ્થિતિ માં કઈ ઉકેલ લાવી શક્યા નથી તો હવે કલેકટર નગરપાલિએ બેસીને શું ઉકેલ લાવી શકવાના
દેશની જીડીપી માં જેનો ત્રીજો ભાગ છે મોરબીનો છે તેમ છતાં મોરબી ની પ્રજાએ બાગ બગીચા તો જોયા પણ નથી.હાલ જે ઢોર બે ફામ ચાર રસ્તા પર મારામારી પર ઉતરી તારીફ કરી છે તેનું કારણ નંદિઘર નો ભ્રષ્ટાચાર છે જેનું પાપ મોરબી ની પ્રજા જીવના જોખમે ચૂકવે છે.
જો ધારાસભ્ય અને કલેક્ટર પ્રશ્ન નું નિરાકરણ કરવા માંગતા હોય તો મોરબી ની તમામ સમસ્યા ના વીડિયો અમારી ન્યૂઝ સાઇટ પર છે. લોકો મોન છે પણ મૂરખ નથી વિપક્ષ રજૂઆતો માટે રામધૂન બોલાવે છે તેને સાંભળો આવા ખોટા રાજકીય સ્ટંટ ના કરો બાકી હવે લોકો થાકી ગયા છે