Monday, March 31, 2025

મોરબી નગરપાલિકાનાં સમયમાં ગુમ થઈ ગયેલા વોકળાઓ મહાનગરપાલિકા બન્યા બાદ મળી આવશે?

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી શહેરમાં ખોવાયેલા વોંકળા ગોતે ખરે !

મોરબી શહેરમાં જેતે સમયે મુખ્ય ૧૧ થી વધુ વોંકળા હતા જેમાં આજે મોટા પાયે વોંકળા પર દબાણ થઈ ગયું છે.

મોરબી શહેરમાં જ્યારે નગરપાલિકાનું સાશન હતું ત્યારે કેવા કેવા કાંડ થયા છે એ મોરબી શહેરીજનો સારી રીતે જાણે છે. જેમાંનો એક કાંડ એ પણ છે કે મોરબી શહેરમાં પાણી નિકાલ માટેના જે રાજાસાહી સમય થી રોકડા આવેલા હતા તેના પર રાજકીય ઓછા હેઠળ ગેર કાયદેસર દબાણો થયા છે.

અત્યાર સુધી નગરપાલિકાની મીઠી નજરથી મોરબી શહેરના 11 જેટલા વોંકળાઓમાંથી મોટાભાગના વોંકળા આજે ગોતવા જઈએ તો મળે તેમ નથી જેના કારણે આપણે સૌ જોઈએ છે કે ચોમાસા દરમિયાન મોરબી શહેરની હાલત ખૂબ દયનીય બની જાય છે શહેરનાએ વોંકળાની ચોમાસા પહેલા પ્રિ-મોન્સુન કામગીરી પણ કરવામાં આવે છે જેમાં લાખો કરોડોનો ખર્ચ કરવામાં આવતો હોય છે પરંતુ સાચી હકીકત એ પણ છે કે હાલે મોરબી શહેરના મોટાભાગના વોંકળા પર દબાણ કરી સ્કૂલ, મોટા શોપિંગ મોલ, મકાનો દુકાનો ખડકી દિધા છે અને સંપૂર્ણપણે બંધ કરી દીધા છે. જેથી આપણે થોડા જ મહિના પહેલા બાપાસીતારામ ચોક રોડ પર વોંકળા પર ડમ્પર ફસાયું હતું. તેવી જ રીતે વાઘપરા મેઈન રોડ પર મોટું શોપિંગ બનાવી નાખવામાં આવ્યું છે જેનો વિવાદ પણ સામે આવ્યો હતો. તો રવાપર રોડ ઉપર વોંકળા પર સ્કૂલ પણ બનાવવામાં આવી છે. તો ક્યાંક પ્લે સ્કૂલ પણ બનાવવામાં આવી છે આવા તો અનેક વોંકળા પર દબાણો અને બાંધકામો મોરબીમાં થયા છે.

ત્યારે હવે મોરબી મહાનગરપાલિકા બન્યું છે અને તેમના દ્વારા બિનઅધિકૃત બાંધકામો તોડી પાડવામાં આવી રહ્યા છે ત્યારે લોકોને મોરબી મહાનગરપાલિકાના કમિશનર પાસે અપેક્ષા જાગી છે કે મોરબીના જે વોંકળા હતા તે તમામ ગોતી અને તેના પર થયેલા દબાણો દૂર કરવામાં આવે જેથી ચોમાસા દરમિયાન જે મોરબીની સ્થિતિ સર્જાય છે તે ન સર્જાય અને યોગ્ય પાણી નિકાલ થાય.

નાના માણસોના ઝુંપડા હટાવ્યા તેમ રાજકીય ઓથ હેઠળ વોંકળા પર કરવામાં આવેલા દબાણ દૂર કરવામાં મહાનગરપાલિકાના પ્રથમ કમિશનર સ્વપ્નિલ ખરે ખરા ઉતરશે તો લોકોને વધુ પસંદ આવશે નહીં તો લોકો કહેશે આ તો વાલા દવલાની નીતિ કરે છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર