મોરબી નગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જન માટે ચાર જગ્યાએ મુર્તીઓ એકત્રિત કરાશે
મોરબી: મોરબીમાં મોંઘેરા મહેમાન ભગવાન શ્રી ગણેશજીની સ્થાપના બાદ નવ-દસ દિવસ ભક્તિભાવથી પૂજા અર્ચના અને આરાધના કરવા લોકો તલ્લીન બની ગયા છે.
ત્યારે મોરબી નગરપાલિકાની દ્વારા જણાવવામાં આવેલ છે કે કલેકટરના જાહેરનામાં મુજબ નાગરિકોની સુરક્ષા માટે ગણેશ મૂર્તિઓના વિસર્જન માટે નગરપાલિકા દ્વારા (૧) સ્કાય મોલ. શનાળા રોડ, (૨) પોલીસ પરેડ ગ્રાઉન્ડ. જેલ રોડ, (૩) એલ.ઈ.કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ, (૪) ગર્લ્સ હાઈસ્કુલ આમ આ ચાર જગ્યા ખાતે સવારે ૧૦:૦૦ કલાકે થી સાંજના ૦૮:૦૦ વાગ્યા સુધી ગણેશ મૂર્તિઓના કલેક્શનના પોઈન્ટ રાખવામાં આવેલ છે જેથી આસપાસના નગરજનોએ ઉપરોક્ત કલેક્શન સેન્ટર ખાતે ગણેશ મૂર્તિઓ જમા કરાવી શકશે.