મોરબી નગરપાલિકા સંચાલિત શંકર આશ્રમ બાગમાં શ્રીરામ ચબુતરા ઘર સંસ્થા દ્વારા ચબૂતરો બનાવવામાં આવશે જે માટે ચબુતરાનું ખાતમુહૂર્ત કરાયું હતું.

મોરબી નગરપાલિકા સંચાલિત શંકર આશ્રમમાં શ્રીરામ ચબુતરા ઘરના પ્રમુખ વાઘજીભાઈ ચકુભાઈ તરફથી ચબૂતરો બનાવવામાં આવશે ચબૂતરો બનાવવા માટે આજે વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત વાઘજીભાઈ, ડો.અનિલભાઈ મહેતા તથા કે.કે.પરમાર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
