મોરબી મહાનગરપાલિકા કચેરી ખાતે કમીશ્નરને મળવાનો સમય સોમવાર અને ગુરુવારનો રહેશે
મોરબી શહેરને મહાનગરપાલિકા તરીકે જાહેર કર્યાબાદ સ્વપ્રિલ ખરેએ કમીશ્નર તરીકે ચાર્જ સંભાળ્યો છે.
ત્યારે મોરબી મહાનગરપાલિકાને લગતી ફરિયાદો/પ્રશ્નો સાંભળવા માટે જાહેર સુખાકારીના હેતુથી અને પ્રશ્નોના નિકાલ કરવા અંગે મહાનગરપાલિકા કચેરી ખાતે કમિશ્નરને મળવાનો સમય દર સોમવાર અને ગુરુવારે ૦૩:૦૦ થી ૦૬:૦૦ લોકોના પ્રશ્નો સાંભળશે તેવું મહાનગરપાલિકાની યાદીમાં જણાવવામાં આવે છે.