મોરબી: ખનીજ માફિયાનો અંત ક્યારે ? માનસરનાં ગ્રામજનો નો રોષ
મોરબી જીલાલની આસપાસ આવેલ ગ્રામ્ય વિસ્તારમાં ખનિજ ની ચોરી માથાના દુખાવા સમાન છે ખનિજ માફિયા પોલીસ તંત્ર ખનિજ ખાતા ની એક બે અને ત્રણ કરીને નાક નીચેથી ખનીજ ચોરી કરી રહ્યા છે તેમ છતાં પોલીસ તંત્ર હાથ પર હાથ ધરીને બેઠું છે
મોરબી તાલુકાના માનસર ગામે આવેલ મચ્છુ નદીના ચેકડેમના ભાગે નારણકા ગામ તરફ ખનીજ માફિયાઓ દ્વારા રેતી ચોરવામાં આવી રહી હોવાની ફરિયાદ છેલ્લા ઘણા દિવસ થી થઈ રહી છે માત્ર માનસર ગામ નહીં માળીયા હાઇવે ટચ ગામ આવેલ ત્યાં પણ ખનિજ ચોરી નું પ્રમાણ વધ્યું છે ખનિજ માફિયા નું નેટવર્ક બહુ મોટું છે ત્યાં ” કાનૂનના હાથ પણ ટૂંકા પડે” છે ખેર આવી ખનિજ ચોરી તો ઘણી થાય છે પણ તંત્ર ને રસ નથી ત્યારે ફરીએકવાર કાગળ પર લેખિત અરજી માનસર ગામના સરપંચ જે.પી થોરિયા દ્વારા સરકારમાં અને ખનિજ વિભાગ માં કરવામાં આવી તેમજ તાત્કાલિક ખનિજ ચોરી અટકાવી કડક પગલાં લેવા રજુઆત કરવામાં આવી છે ત્યારે જોવું રહ્યું ખનિજ માફિયા સુધી તંત્ર પોલીસ પોહચે છે કે નહીં