મોરબીમાંથી વિદેશી દારૂ ભરેલ ક્રેટા કાર ઝડપાઈ; આરોપી ફરાર
મોરબી શહેરમાં દારૂની રેલમછેલ બોલી રહી છે ત્યારે મોરબીના શક્ત શનાળા નવા પ્લોટ વિસ્તારમા ક્રેટા કારમાથી વિદેશી દારૂની બોટલ નંગ -૨૮૮ કિં રૂ. ૨,૭૩,૫૭૬ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં રૂ. ૭,૭૩,૫૭૬ નો મુદ્દામાલ મોરબી સીટી એ ડીવીઝન પોલીસે જપ્ત કર્યો છે તથા આરોપી સ્થળ પરથી નાસી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના શક્ત શનાળા નવા પ્લોટ વિસ્તારમાથી આરોપીએ પોતાના કબ્જા ભોગવટા વાળી ક્રેટા કાર રજીસ્ટર નંબર -જીજે-૩૬-એલ-૯૧૭૯ વાળીમા ગેરકાયદેસર રીતે વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૨૮૮ કિં રૂ. ૨,૭૩,૫૭૬ તથા ક્રેટા કાર કિં રૂ. ૫,૦૦,૦૦૦ મળી કુલ કિં રૂ. ૭,૭૩,૫૭૬ નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.