Tuesday, September 24, 2024

મોરબી: મારૂતી પ્રોવિઝન સ્ટોર નામની દુકાનમાં ચોરી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: રફાળેશ્વર જી.આઇ.ડી.સી. વૈશાલી ઇન્ડસ્ટ્રીઝ સામે પ્લોટ નં -૧૩૦મા આવેલ મારૂતી પ્રોવિઝન સ્ટોર નામની દુકાનમાંથી રૂ. ૧૨૧૦૦ ના મતામાલની કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની મોંરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મૂળ મોરબીના વાઘપર ગામના વતની અને હાલ મોરબી આલાપ સોસાયટી નવજીવન પાર્ક અક્ષર પેલેસ એપાર્ટમેન્ટમાં બ્લોક નં -૧૦૧ માં રહેતા અરૂણકુમાર ભાણજીભાઈ સંઘાણી (ઉ.વ.૩૯) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૪-૧૨-૨૦૨૩ ના રાતના થી તારીખ -૧૫-૧૨-૨૦૨૩ ના સવારના વચ્ચેના રાત્રીના કોઈપણ સમય દરમ્યાન ફરીયાદીની માલીકીની મારૂતી પ્રોવિઝન સ્ટોર નામની દુકાનના બારણાના તારીખઃ-૧૪/૧૨/૨૦૨૩ ના રાતના કલાક-૦૯/૦૦ થી તારીખઃ-૧૫/૧૨/૨૦૨૩ સવારના કલાક-૦૬/૦૦ વાગ્યાના રાત્રીના કોઇપણ સમય દરમ્યાન કોઇ અજાણ્યા ચોર ઇસમ આરોપીએ તાળા તોડી દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાં રાખેલા, રીલાયન્સ કંપનીનું-૧૬ કીલોનું એક ગેસ સીલીન્ડર કી.રૂ.૧૫૦૦/- તથા ઇન્ડેન કંપનીના બે ગેસ સીલીન્ડર કીંમત રૂપીયા-૬૦૦૦/- તેમજ દુકાનના ગલ્લામાં રાખેલા રોકડ રૂપીયા-૪૬૦૦/-મળી કુલ કીંમત રૂપીયા-૧૨,૧૦૦/-(બાર હજાર એકસો રૂપીયા)ની મત્તાની ચોરી કરી લઇ ગયો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર અરૂણકુમારે આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૪૫૭,૩૮૦ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર