મોરબી: મારામારી તથા પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા વધુ ચાર ઈસમોને પાસે તળે જેલ હવાલે કરાયા
મોરબી : મારામારી તથા પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ વધુ ચાર ઇસમોને પાસા તળે ડીટેઇન કરી અલગ અલગ જેલ હવાલે કરતી મોરબી જીલ્લા પોલીસ.
મોરબી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી વધુ સુદ્રઢ બની રહે તે સારૂ ભૂતકાળમાં મારામારી તથા પ્રોહીબીશન સબંધી ગુનામાં સંડોવાયેલ આરોપીઓને કાયદાનો પાઠ ભણાવવા સારૂ ગુનેગાર ઇસમો સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા કે.બી.ઝવેરી જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબીનાઓએ મારામારી તથા પ્રોહીબીશન સબંધી ગુનામાં સંડોવાયેલા વધુ ચાર ઇસમો સાજીદ અલ્લારખાભાઇ લંજા ઉવ.૩૪ રહે.રાજકોટ જંકશન પ્લોટ શેરી નં.૦૧ જી.રાજકોટ, મોસીન રફીકભાઇ કડીયા ઉવ.૩૧ રહે.મોરબી વાવડી રોડ શુભમશેરી તા.જી.મોરબી, ભાવેશ હરીશભાઇ ઉર્ફે હરેશભાઇ ચાવડા ઉવ.૨૨ રહે.સાપકડા તા.હળવદ જી.મોરબી, મુસ્તાક જુસબભાઇ કટીયા ઉવ.૨૩ રહે.મોરબી મચ્છીપીઠ ઇદગાહ રોડ જી.મોરબીવાળાના પ્રોહીબીશન હેઠળ પાસા વોરંટ ઇસ્યુ કરેલ હોય, જે ઇસમોની અટકાયત કરવા સારૂ મોરબી જીલ્લા પોલીસ અધિકારી કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી ઇસ્યુ થયેલ પાસા વોરંટની બજવણી કરવા પ્રયત્નસીલ રહી ચારે ઈસમોને તા.૧૭/૦૫/ ૨૦૨૪ ના રોજ પાસા એકટ તળે ડીટેઇન કરી સુરત, વડોદરા તથા જુનાગઢ જેલ હવાલે કરવામાં આવેલ છે.