મોરબીના ઉમિયા માનવ મંદિરનું અયોધ્યાના રામ મંદિરની સાથોસાથ થયું લોકાર્પણ
ઉમિયા માનવ મંદિરની સાથોસાથ ઉમાભવન,અન્નપૂર્ણા ભવન અને ઉમા પાર્ટી પ્લોટનું થયું ઉદ્ઘાટન
મોરબીના ઉમિયા માનવ મંદિરમાં સંતો, મહંતો, સમાજ શ્રેષ્ઠીઓની ઉપસ્થિતમાં દરિદ્રનારાયણોની થઈ પધરામણી
ટંકારાના લજાઈ ખાતે નિર્માણ પામેલ ઉમિયા માનવ મંદિરનું રામ મંદિરની સાથોસાથ થયું ઉદ્દઘાટન
ઉમિયા માનવ મંદિરમાં કડવા પાટીદાર પરિવારના દિકરા વગરના નિરાધાર વૃદ્ધોની થઈ પધરામણી
મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના લજાઈ પાસે ભીમનાથ મહાદેવના સાનિધ્યમાં મોરબી જિલ્લાના કડવા પાટીદાર પરિવારના 274 જેટલા નિરાધાર દરિદ્રનારાયણનો માટે ચોથી જુલાઈ – ૨૦૧૯ થી એંસી જેટલા રૂમ ધરાવતું ફાઈવ સ્ટાર હોટેલ જેવી સુવિધાઓ વાળું ઉમિયા માનવ સેવા ટ્રષ્ટ દ્વારા ઉમિયા માનવ મંદિર નિર્માણાધિન હતું.
જેમાં દરેક રૂમમાં એ.સી.પ્રાર્થના હોલ પણ એસી જેમાં વડીલોને સત્સંગ કથા સાંભળવા માટે મોટી એલઈડી સ્ક્રીન,અન્નપૂર્ણા હોલમાં વડીલોને ભાવતા ભોજન પ્રસાદ માટેની વ્યવસ્થા,બે લાખ લિટર વરસાદી પાણીનો સંગ્રહ કરી દરિદ્રનારાયણનોને પીવા માટેની બેનમૂન વ્યવસ્થા, કેમ્પસમાં જ ઉગાડેલા વાવેલા શાકભાજી, ફળ-ફળાદી પુરા પડવાની વ્યવસ્થા તેમજ કેમ્પસની ઉમા ગૌશાળામાંથી જ છાસ,ઘી,દૂધ વગેરે પુરા પડવાની ઉત્તમ વ્યવસ્થા,પાંચ હજાર વૃક્ષો ધરાવતું,સરોવરના કિનારે ત્રીસ વિઘા જમીનમાં પંદર કરોડ રૂપિયાથી વધુ બજેટમાં તૈયાર થયેલા ઉમિયા માનવ મંદિરમાં કડવા પાટીદાર પરિવારના 274 જેટલા દરિદ્રનારાયણોની સંતો, મહંતો સમાજ શ્રેષ્ઠીઓ, દાતાઓની ઉપસ્થિતમાં અયોધ્યા ખાતે મંદિરમાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાની સાથે સાથે ઉમિયા માનવ મંદિરમાં દરિદ્રનારાયણોની પધરામણી કરવામાં આવી આ પંચામૃત સમારોહમાં માનવ મંદિર ઉમાભવન,અન્નપૂર્ણા ભવન, પાટીદાર પાર્ટીપ્લોટનું લોકાર્પણ અને દાતાઓનું ભવ્યાતિભવ્ય સન્માન કરવામાં આવ્યું આ સમારોહના અધ્યક્ષ જેરામભાઈ વાંસજાળીયા પ્રમુખ ઉમિયાધામ સિદસર દિપ પ્રજ્વલન ડી.એલ.રંગપરિયા મુખ્ય દાતા માનવ મંદિર,ઉમા ભવન,પાટીદાર પાર્ટીપ્લોટ દ્વારા થયું.ગાંઠીલા અને સિદસર ધામના સમાજ શ્રેષ્ઠીઓ મુખ્ય મહેમાન રહ્યા.સતધામ સુરતનાના સતશ્રી, સ્વામી પ્રેમપ્રકાસદાસજી સંસ્કારધામ -મોરબી, સંતશ્રી દામજી ભગત, નકલંક ધામ બગથળા સંતશ્રી સોહમદતબાપુ ભીમનાથ મંદિર વગેરે સંતોની સાથોસાથ,મોરબી પંથકની અગ્રણી રાજકીય હસ્તીઓ, ઉદ્યોગકારો એસોસિએશનના હોદેદારો, સમાજના શ્રેષ્ઠીઓ,પાટીદાર સંસ્થાઓના સૂત્રધારો ઉપસ્થિત રહયા હતા.પંચાંમૃત સમારોહમાં ગોપાલભાઈ ચારોલા ઉપપ્રમુખ ઉમિયા માનવ સેવા ટ્રષ્ટ દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું પોપટભાઈ કગથરા પ્રમુખે ઉમિયા માનવ મંદિરના નિર્માણની સફર માનવ મંદિરના નિર્માણની જરૂરિયાત કેમ થઈ? વગેરે વાતો કરી હતી જાણીતા કથાકાર કથાકાર સતધામ સુરતના સંત સતશ્રીએ આશિર્વચન આપતા જણાવ્યું કે આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે,આજના દિવસે 500 વર્ષના સંઘર્ષ બાદ ભગવાન રામ અયોધ્યા ખાતે રામ મંદિરમાં બિરાજમાન થયા છે એમ ઉમિયા માનવ મંદિરમાં દરિદ્રનારાયણોનો પ્રવેશ થયો છે. ઈ.સ.1925 માં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ RSS ની સ્થાપના થઈ હતી,નિર્લેપભાવ,અનાશક્ત ભાવે, શિસ્તબદ્ધ રીતે 100 વર્ષથી કાર્યરત RSS નું સ્વપ્નું રામ મંદિર નિર્માણ થવાથી પૂર્ણ થયું છે, 370 ની કલમ હટાવવામાં આ સંઘનો સંઘર્ષ છે,એમ પોપટભાઈ, ગોપાલભાઈની ટિમ,દાતાઓના દાન થકી આ માનવ મંદિર નિર્માણ પામ્યું છે તેમજ ભારતીય સેનાના જ્વામર્દ સૈનિક હરભજનસિંહની દેશભક્તિ અને રાષ્ટ્રભકતિ વિશે વાત કરી હતી,પૂર્વ કલેકટર અને અગ્રણી રાજકીય હસ્તી બી.એચ.ઘોડાસરા તેમજ જેરામભાઈ વાંસજાળીયાએ માનવ મંદિરના નિર્માણને પોતાની આગવી શૈલીમાં ઉદબોધન કરતા વધાવી લીધું હતું,અને ખુબજ મોટી સંખ્યામાં ઉપસ્થિત બહેનો અને ભાઈઓને નવી પેઢીને વ્યસનથી બચાવવાની શીખ આપી હતી.બરાબર બપોરે 12.29 વાગ્યે ભગવાન રામનું પૂજન કરવામાં આવ્યું અને સંતો,મહંતો, સમાજના શ્રેષ્ઠીઓ અને દાતાઓએ ઉપસ્થિત હજારો લોકોએ એકી સાથે ભગવાન રામની આરતી ઉતારી હતી. અંતમાં ઠાકરશીભાઈ ક્લોલા ત્રષ્ટી ઉમિયા માનવસેવા ટ્રષ્ટ દ્વારા આભારવિધિ કરવામાં આવી ચાર કલાક સુધી ચાલેલા સમગ્ર કાર્યક્રમનું સુચારુ,સંચાલન મોરબીના જાણીતા અને માનીતા એંકર,શિક્ષણવીદ દિનેશભાઈ વડસોલાએ કર્યું હતું.અંતમાં સૌ સમૂહ પ્રસાદ લઈ ભગવાન રામના અને દરિદ્રનારાયણોના આશીર્વાદ સાથે કાર્યક્રમ પૂર્ણ થયો.