મોરબી-માળિયા હાઈવે પર બે અલગ અલગ જગ્યાએ જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા
મોરબી: મોરબી-માળિયા નેશનલ હાઇવે રોડ ઉપર બે અલગ અલગ જગ્યાએ રેઇડ કરી તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સીટી બી ડીવીજન પોલીસ દ્વારા પ્રથમ રેઇડ મોરબી માળિયા નેશનલ હાઇવે રોડ ઉપર આવેલ ધ ફર્ન હોટલ સામેના ભાગે ટ્રક પાર્કિંગ પાછળ જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમો સાકીરભાઈ રમજાનભાઈ શેખ રહે. કાંતીનગર જુબેદામસ્જીદ પાસે માળિયા ફાટક નજીક મોરબી તથા મનોજભાઇ હમીરભાઇ શેખા રહે. શક્તિનગર સોસાયટી કાવેરી સિરામિક પાછળ મોરબી વાળાને રોકડ રકમ ૧૩૪૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. જ્યારે બીજી રેઇડ મોરબી માળિયા નેશનલ હાઇવે રોડ ઉપર કાવેરી સિરામિક પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે હાજીભાઈ ઉમરભાઈ જામ રહે. ઇંદિરાનગર મોરબી -૨ તથા જુસબભાઈ મામદભાઈ મોવર રહે શક્તિનગર સોસાયટી કાવેરી સિરામિક પાછળ મોરબી-૨ વાળાને રોકડ રકમ રૂ ૧૧૫૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.
મોરબી સીટી બી ડીવીજન પોલીસે ચારે આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.