Monday, November 18, 2024

મોરબી માળિયા નેશનલ હાઇવે રોડ પર ટ્રકે હડફેટે બાઈક સવારનું મોત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી માળિયા નેશનલ હાઇવે રોડ પર વિશાલ ફર્નિચર સામે ટ્રકે હડફેટે લેતા બાઈક સવારનું મોત નિપજ્યું હતું. આ બનવા અંગે મૃતકના ભાઈએ આરોપી વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ પશ્ચિમ બંગાળમાં રહેતા દેબબ્રતદાસ સુભાષચંદ્રદાસ કરણ ઉ.વ.૨૮વાળાએ આરોપી ટ્રક ટેઇલર નં -GJ-36-T-4071ના ચાલક વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૪-૦૧-૨૦૨૪ ના રોજ રાત્રીના સાડા અગિયારેક પહેલાના કોઈપણ સમયે આરોપી પોતાના હવાલાવાળું ટ્રક ટેઇલર નં. GJ-36-T-4071 પુરઝડપે અને ગફરતભરી રીતે માનવ જીંદગી જોખમાઇ તે રીતે ચલાવી નીકળતા ફરીયાદીના મોટાભાઇ સુબ્રતાદાસ ના મોટરસાયકલ નં. GJ-36-AA-8447 સાથે હડફેટે લેતા અકસ્માત થતા શરીરે ગંભીર ઇજા તથા સારવાર દરમ્યાન મોત નિપજાવી ટ્રક ચાલક ટ્રક મુંકી નાસી ગયો હતો. આ બનાવ અંગે મૃતકના ભાઈ દેબબ્રતદાસે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૦૪(અ),૨૭૯,૩૩૭ તથા એમ વી એક્ટ કલમ -૧૭૭,૧૮૪,૧૩૪, મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર