મોરબી માળિયા ને.હા. રોડ પર ટ્રકે હડફેટે લેતા એક વ્યક્તિનું મોત
મોરબી માળિયા નેશનલ હાઇવે રોડ પર સોખડા ગામના પાટીયા નજીક રોડ ઉપર ટ્રકે હડફેટે લેતા એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા નુરમામદ નામના વ્યક્તિનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ ધનાભાઈ દેવરાજભાઈ ચનપાએ આરોપી અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી અજાણ્યો ટ્રક ટેન્કરના ચાલકે પોતાનું વાહન વધુ સ્પીડમાં ચલાવી આજુબાજુમાં જોયા વગર મોરબી માળિયા નેશનલ નેશનલ હાઇવે રોડ ઉપર ચલાવી નીકળતા આવતા નુરમામદ હુસેન રુંજા વાળા રોડ ઉપર હોય જેને આ અજાણ્યા ટ્રક ટેન્કરના ચાલકે પોતાના હવાલાવાળો ટ્રક લઇને પાછળથી આવીને હડફેટે લેતા રોડ પર પટકાઇ જતા માથા તથા હાથે પગે ગંભીર ઇજાઓ પહોંચાડી મોત નીપજાવી આરોપી પોતાનું વાહન લઇને નાશી ગયો હતો જેથી આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.