મોરબી – માળિયામાં બે પશુ દવાખાનાની અપાઈ મંજૂરી
મોરબી અને માળિયા તાલુકામાં પશુઓ માટે આરોગ્ય સેવાની કમી હોય જેથી આ બાબતે પશુપાલકો દ્વારા મુખ્યમંત્રીને અનેક વખત રજૂઆતો કરતા સરકાર દ્વારા મોરબી અને માળિયામાં બે પશુ દવાખાનાની કૃષિ મંત્રી રાઘવજી પટેલે મહોર મારી દીધી છે.
ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં રાજ્યની અર્થવ્યવસ્થામાં કૃષિ અને પશુપાલન વ્યવસાયનો નોંધપાત્ર હિસ્સો છે. ગુજરાત સરકારની ખેડૂત અને પશુપાલક કેન્દ્રિત નીતિઓ અને તેનું અમલીકરણ ગામો અને નગરોમાં ક્રાંતિકારી પરિવર્તન લાવ્યા છે. ત્યારે મોરબી જિલ્લાના માળીયા તાલુકામાં મોટા પ્રમાણમાં સુવિધાઓની કમી છે. તેથી માળિયા તાલુકામાં પશુપાલન ઉદ્યોગ મોટા પ્રમાણમાં વિકસેલ છે પરંતુ પશુ દવાખાનાની કમી હોય અને તે જ સ્થિતિ મોરબી તાલુકાની હોય જેથી આ બાબતે મુખ્યમંત્રીને પશુપાલકો દ્વારા રજુઆત કરવામાં આવેલ હોય તેથી કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા મોરબીના નાગડાવાસ અને માળિયા તાલુકાના ખાખરેચી ગામે બે નવા પશુ દવાખાના મંજૂર કરવામાં આવ્યા છે.