Wednesday, January 8, 2025

મોરબી – માળીયા હાઇવે ઉપર કાવા મારતા નીકળેલો ટ્રક ચાલક પકડાયો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી – માળિયા હાઈવે રોડ ઉપર એક ટ્રક ચાલક કાવા મારી આડો અવડો ચલાવતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયા વાઇરલ થયા બાદ મોરબી ટ્રાફિક પોલીસે નંબર પ્લેટના આધારે ટ્રક ચાલકને ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યું હતું.

મોરબી માળીયા નેશનલ હાઇવે હરીપર(કે) ગામા પાટીયા પાસે ઉપર એક ટ્રકનો ચાલક પોતાના હવાલાવાળો ટ્રક પુરઝડપે અને બેફીકરાઇથી કાવા મારી આડો અવડો ચલાવી, પોતાની તથા અન્ય માણસોની જીંદગી જોખમાય તે રીતે હાઇવે રોડ ઉપર નીકડેલ હોવાનુ વિડીયોમાં જોવા મળે છે જે વાયરલ થયેલ વિડીયોમાં વાહનના ટ્રકના રજીસ્ટર નંબર- GJ-12- AW-0117 વાળા હોવાનુ જણાય આવતા, તુરત જ તે રજીસ્ટર નંબરવાળા વાહનની e.GujCop માં સર્ચ કરી ડીટેઇલ મેળવી, ટ્રકના રજીસ્ટર નંબર- GJ-12-AW-0117 સાથે શોધી કાઢી પુછપરછ કરતા પોતે ગુન્હાની કબુલાત આપતો હોય. જેથી ટ્રક ચાલક સતારભાઇ કાસમભાઇ સમાં ઉ.વ.૪૬ રહે-મઉમોટી મફતનગર તા-માંડવી જી-ભુજ (કચ્છ) વાળાને પકડી પાડી આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવી કાયદાનું ભાન કરાવેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર