મોરબીમાં મહિલાને રીલેશનશીપ રાખવા દબાણ કરી ધમકીઓ આપતા શખ્સ વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ
મોરબી: મોરબીમાં મહિલાને અગાઉ એક શખ્સ સાથે રીલેશનશીપ હોય બાદ મહિલા રીલેશનશીપ રાખવા માંગતા ન હોય જેથી આરોપી રીલેશનશીપ રાખવાનું કહેતા હોય ફોનમાં જેમ ફાવે તેમ ગાળો બોલી ખોટી ધમકીઓ આપતા હોવાથી ભોગ બનનાર મહિલાએ આરોપી વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મુળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબીના સામાકાંઠે સોસાયટીમાં રહેતી મહિલાએ આરોપી ધર્મેન્દ્રભાઇ આદ્રોજા રહે. મહેન્દ્રનગર તા.જી. મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે આજથી બે મહિના પહેલા ફરીયાદિને આરોપી સાથે રીલેશનશીપ હોય બાદ ફરીયાદી રીલેશનશીપ રાખવા માંગતા ના હોય જેથી આરોપીને આ બાબતે કહેતા આરોપી રીલેશનશીપ રાખવાનુ કહેતા હોય અને ફરીયાદીને ફોન કરી ફોનમા જેમતેમ ગાળો બોલતા હોય તથા ખોટી ધાક ધમકીઓ આપતા હોય તથા ફરીયાદીના સબંધીઓને ફોન કરી ફરીયાદી વિષે ખરાબ વાતો કરતા હોવાથી ભોગ બનનાર મહિલાએ આરોપી વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ – ૫૦૪,૫૦૭, મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.