Thursday, January 30, 2025

મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં આવતા ધંધાર્થીઓએ બાકી માસિક વેરો ભરી દેવા સૂચના અપાઈ 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવતી દુકાનો, વ્યાપારી સંસ્થાઓ, હોટલો, પ્રાઈવેટ બેંકો પ્રાઈવેટ સ્કૂલો, દરેક પ્રકારના કલાસીસ, કેબલ ઓપરેટરો, વીમા એજન્ટ (દલાલ), સોલીસીટરો, કાયદાવ્વસાય (નોટરી સહિત), આર્કિટેક, તથા એન્જીનીયર, કન્સલ્ટનટો, એકાઉન્ટનો, આંગડીયા, પેઢી, સહકારીમંડળીઓ, વિગેરેના ધંધા ધારકોને સુચના આપવામાં આવી છે કે તેઓએ એમનો બાકી પડતો વ્યવસાય વેરો (ગુમાસ્તા ધારા લાઈસન્સ સહિત) તાત્કાલીક મહાનગરપાલિકા કચેરીમાં વ્યવસાય વેરા સાખામાં ભરવાનો રહેશે. 

જે સંસ્થાઓમાં પગારદાર કર્મચારીઓનો વ્યવસાય વેરો ભરવાનો થતો હોય તે સંસ્થાઓએં’ નિયમાનુસાર દર માસે માસિક વ્યવસાયવેરો મહાનગરપાલિકાની કચેરીમાં ભરવાનો રહેશે જો આમ કરવામાં ચૂક થશે તો જે-તે સંસ્થાના માલિક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

તેમજ જુનું ગુમાસ્તાધારા લાઈસન્સ જમા કરાવી ઓનલાઈન e nagar (પોર્ટલ)માં નવું ઈન્ટીમેસન સર્ટીફિકેટ (ફોર્મ-E) મળેવવાનું રહેશે.દસ કે દસથી વધુ કર્મચારીઓ રાખતી સંસથાઓ એ સમય સર અચૂક પણે પોતાની સંસ્થાની નોંધણી કરાવી લેવાની રહેશે. અન્યથા તા.૦૬/૧૦ /૨૦૨૨ સરકાર નાં પરિપત્ર અનુસાર દંડનીય કાર્ય વાહી કરવામાં આવશે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર