મોરબી નગરપાલિકામાથી મહાનગરપાલિકા બન્યા બાદ અનેક સારા કાર્યો કરવામાં આવી રહ્યા છે ત્યારે સ્વચ્છ મોરબીની શરૂઆત તંદુરસ્ત કર્મચારીઓથી થાય તેવા આશય સાથે મોરબી મહાનગરપાલિકામા સફાઈ કર્મચારીઓ માટે આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો હતો.
જેમાં સફાઈ કર્મચારીઓના આરોગ્ય અને સુખાકારી માટેના આ કેમ્પમાં કર્મચારીઓની ડોક્ટર દ્વારા આરોગ્યની તપાસ કરવામાં આવી હતી જેમાં બહોળી સંખ્યામાં સફાઈ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
