Monday, April 21, 2025

મોરબી મહાપાલિકાના મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રયગૃહ ખાતે આશ્રીતો માટે આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખા દ્વારા પંડિત દીનદયાળ અંત્યોદય આજીવિકા મિશન યોજના અંતર્ગત શહેરી ઘર વિહોણા લોકોના આશ્રયસ્થાન ઘટક અંતર્ગત મહારાણીશ્રી નંદકુંવરબા અશ્રયગૃહ કાર્યરત છે મોરબી મહાનગરપાલિકાના સંપૂર્ણ સહયોગ હેઠળ શ્રી સિદ્ધિ ખાદી ગ્રામ ઉદ્યોગ કેળવણી સંસ્થા દ્વારા સંચાલિત આશ્રયગૃહ ખાતે આશ્રિતો માટે આરોગ્ય વિભાગ તથા મહાનગરપાલિકાની UCD શાખાના સહયોગથી જનરલ આરોગ્ય નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું.

આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આશ્રયગૃહના આશ્રિતોને તપાસી જરૂરી દવાઓ અને આરોગ્યલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તથા બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ પણ ચેક કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી મહાનગરપાલિકાના કમિશનરના માર્ગદર્શન અને વિભાગીય સુચના અનુસાર દર ૧૫ દિવસે આશ્રયગૃહના આશ્રિતો માટે આરોગ્ય ચકાસણી અને નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેછે આ કેમ્પમાં કુલ ૪૩ જેટલા આશ્રિતોએ લાભ લીધો હતો કેમ્પને સફળ બનાવવા આરોગ્ય વિભાગની ટીમ અને સંચાલક સંસ્થાના પ્રતિનિધિઓ દ્વારા કેમ્પને સફળ બનાવ્યો હતો.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર