Sunday, April 20, 2025

મોરબી મહાનગરપાલિકામાં સર્વરના ધાંધીયાના કારણે વેરો ભરવા આવતા લોકો પરેશાન 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી મહાનગરપાલિકા ખાતે વેરો ભરવા માટે આવતા શહેરીજનો સર્વરના ધાંધીયાના કારણે ત્રાહિમામ પોકારી ઊઠયા છે. પોતાનો કિંમતી સમય કાઢીને વેરો ભરવા આવતા લોકોને ધરમના ધક્કા ખાવા પડી રહ્ય છે.

મોરબી મહાનગરપાલિકા દ્વારા ઘણા દિવસોથી વેરા વસૂલાત કામગીરી કરવામાં આવી રહી છે. અને વેરો ભરવાનો બાકી હોય તેવા આસામીઓને વેરો ભરી જવા મહાનગરપાલિકા દ્વારા નોટીસ પાઠવવામા આવી રહી છે અને જો એક લાખ કરતા વધું વેરો ન ભરેલ હોય તો મહાનગરપાલિકા દ્વારા મીલકત શિલ કરી દેવામાં આવે છે અને મોરબી મ્યુનિસિપલ કમિશ્નર સ્વપ્નિલ ખરે દ્વારા લોકોને વેરે ભરવા તાકિદ કરવામાં આવી છે જ્યારે બીજી તરફ લોકો વેરો ભરવા માટે મહાનગરપાલિકા કચેરી ખાતે આવે છે ત્યારે સર્વરના ધાંધીયાના કારણે લોકોને કલાકો સુધી લાઈનમાં ઉભુ રહેવું પડે છે. ત્યારે આજે પણ ઘણાબધા લોકો વેરો ભરવા માટે મહાનગરપાલિકા કચેરી ખાતે આવ્યા હતા પરંતુ સર્વર બરાબર ન ચાલતા લોકોને હેરાન થવાનો વારો આવ્યો હતો. ત્યારે લોકો કહી રહ્યા છે કે પહેલા મહાનગરપાલિકા સર્વરના ધાંધીયા દુર કરે પછી લોકોને વેરો ભરવા અપીલ કરે અને નોટિસ પાઠવે. હાલ સર્વર ધીમે ચાલતા લોકોનો કિંમત સમય વેડફાય રહ્યો છે લોકો પોતાના ધંધા રોજગાર મુકીને વેરો ભરવા આવતા હોય અને સર્વરના ધાંધીયાના કારણે લોકોને ધક્કા થતા હાલાકી ભોગવવી પડી રહી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર