મોરબી મહાપાલિકાના પહેલા કમિશનર આવતાજ”મિસ્ટર ઈન્ડિયા”થયેલા નેતાઓએ ફરી દેખા દીધી!!
મોરબી પાલિકા સુપરસીડ થયા પછી નેતાઓ વિહોણી બની હતી. પ્રજાનાં સમસ્યા લક્ષી પ્રશ્નો જાણે સુધરાઈ સભ્યો માટે મહત્વના ના હોય તેમ નેતાઓ પાલિકા તરફ જોવામાં પણ રાજી નહોતા. ધણી ધોરી વગરની પાલિકાને કારણે મોરબીની સમસ્યાઓ માટે લોકોએ કોને રજૂઆત કરવી તે પ્રશ્ન ઉભો થયો હતો.જોકે સરકાર તરફથી મોરબી પાલિકાને મહાનગર પાલિકામાં તબદીલ કરવાનો નિર્ણય થતા અલિપ્ત રહેલા નેતા આજ ફરી પોતે પ્રજા સાથે હોવાનો દેખાડો કરવામાં લાગી ગયા છે અને મહા પાલિકાના ચક્કરો કાપવાના સરુ કરી દીધા છે. મહાપાલિકા બન્યા બાદ મોરબીના સહુ પ્રથમ કમિશ્નર સ્વપ્રિલ ખરે એ ચાર્જ સાંભળતા લોકોને સમસ્યાઓમાંથી મુક્તિ મળશે તેવી આશા જાગી છે.
ઝુલતા પુલની ગોઝારી ઘટના બાદ મોરબી પાલિકાને સુપરસીડ કરી દેવાઈ હતી.જેથી તમામ કામગીરી સરકારી અધિકારીઓના હાથમાં આવી જતા અને સુધારાઈ સભ્યો ઘર ભેગા થયા હતા આવા.નેતાઓને જોઈતું હતું અને ઢાળ મળી ગયો તેવો ઘટ રચાયો હતો. મોટા ભાગના નેતા પાલિકા એ ડોકા દેવા તૈયાર નહોતા કે પ્રજાના પ્રશ્નોની વાચા બનવા તૈયાર નહોતા. મોરબી શહેર પોતાની મંથર ગતિએ સમસ્યાઓનો ભાર વાહન કરી ચાલી રહ્યું હતું.સમસ્યાઓનો રાફડો ફાટેલો હોવા છતાં સમસ્યાનો હલ થતો જોવા મળતો નહોતો. રોડ રસ્તા અને અને ગન્દાવાડાની સમસ્યાઓ સામાન્ય બની રહી છે.
દરમિયાન સરકારની મોરબીને મહાપાલિકા આપવાની જાહેર થતા સ્થાનિક રાજકારણ ફરી સક્રિય થયું છે. જે નેતાઓ મિસ્ટર ઇન્ડિયા બની ગયા હતા તે ફરી એક્ટીવ થઇ ગયા છે અને મહા પાલિકાના ચકર કાપવાના સરું કરી જાણે પોતે પ્રજા હિત માટે સતત જાગૃત હોય તેવો દેખાડો કરવાનો સરું કરી દીધો છે.
ટૂંક સમયમાં ચુંટણી પણ દેખાડો દેવાની હોય નેતાઓએ એક્ટીવ થવું પડે તેમ છે. કયા મોઢે લોકો પાસે મત માંગવા તેની કસરત અત્યારથી સરું કરી દેવી પડે તેમ હોય આવા નેતાઓ દર માંથી બહાર નીકળી એક્શન મોડમાં હોવાનો દેખાડો સરૂ કરી દીધો છે.