મોરબી મહાપાલિકા દ્વારા કેમીકલ સ્પીલેજ કોલમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ ફાયર સ્ટાફને સર્ટીફીકેટ વિતરણ કરાયા
મોરબી: પરશુરામ પોટ્રી ગ્રાઉન્ડ ખાતે કમિશનર અને ડેપ્યુટી કમિશનરની હાજરીમાં ફાયર હાયડ્રન્ટ ડ્રીલ કરવામાં આવી જેમાં કમિશનર અને ડેપ્યુટી કમિશનરએ પણ ભાગ લીધેલ તેમજ કેમિકલ સ્પીલેજ કોલમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ ફાયર સ્ટાફને સર્ટીફીકેટ પણ વિતરણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
મોરબી મહાનગરપાલિકાના અગ્નિશમન શાખા દ્વારા તા.૩૧ માર્ચ થી ૦૭ એપ્રિલ સુધી કમિશનરના આદેશ મુજબ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ સ્કૂલો પૈકી ૦૫ સ્કુલમાં ૫૩૦ વિદ્યાર્થી તથા સ્ટાફને, ફાયર પ્રિવેન્શનની ટ્રેનિંગ આપવામાં આવેલ વધુમાં ફાયર પ્રિવેન્શનના ભાગ રૂપે શાળાઓનું ફાયર સેફટી સર્ટીફીકેટનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને સાથે ફાયર NOC ન ધરાવતા શાળાને નોટીસ આપવામાં આવી અને પ્રિવેન્શનને લગતી સૂચનો અને જરૂરી ગાઈડલાઈન પણ આપવામાં આવી.
વધુમાં મોરબી જીલ્લામાં પંદર (૧૫) જુદી જુદી જગ્યાએ આગના બનાવ બનેલ તેમજ (૦૧) એક ડેડબોડી નું રેસ્ક્યુ કરેલ અને (૦૧) કેમિકલ સ્પીલેજ કોલ( HCL સ્પીલેજ)માં ફાયર બ્રિગેડ સ્ટાફ દ્વારા સફળ કામગીરી કરેલ.
ત્યારે પરશુરામ પોટ્રી ગ્રાઉન્ડ ખાતે કમિશનર અને ડેપ્યુટી કમિશનરની હાજરીમાં ફાયર હાયડ્રન્ટ ડ્રીલ કરવામાં આવી જેમાં કમિશનર અને ડેપ્યુટી કમિશનરએ પણ ભાગ લીધેલ તેમજ કેમિકલ સ્પીલેજ કોલમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ ફાયર સ્ટાફને સર્ટીફીકેટ પણ વિતરણ કરવામાં આવેલ.
જેમાં સરવૈયા દિગ્પાલસિંહ, મેટાલિયા હિતેશભાઈ, ગોહિલ મહેન્દ્રભાઈ, જાડેજા ભાગ્યરાજસિંહ, ભટ્ટ કિશનભાઈ , ચાવડા રીતેશભાઈ, નગવાડિયા પ્રિતેશભાઈ, બાવળિયા વિમલભાઈને સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યા હતા.
તેમજ ફાયર ટ્રેનિંગ અને ફાયર પ્રિવેન્શનનો મુખ્ય ઉદ્દેશ્ય મોરબી મહાનગરપાલિકામાં આવેલ હોસ્પિટલ/સ્કુલ અને અન્ય બિલ્ડીંગોમાંમાં ફાયર સેફટી વિષે માહિતગાર કરવા, ફાયર સાધનોનો યોગ્ય ઉપયોગ કરવા તેમજ કોઈ પણ ઈમરજન્સી વખતે તાત્કાલિક ધોરણે અગ્નિશમન શાખાનો સંપર્ક કરી નાની-મોટી દુર્ઘટના અથવા કોઈ જાન-હાનિ કે પછી કોઈ મોટી આપદાને નિવારી શકાય અને જાન-માલને બચાવી શકાય. આવી કોઈ દુર્ઘટના થયે આપ મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ-૦૨૮૨૨ ૨૩૦૦૫૦ અને ૧૦૧ પર સંપર્ક કરી શકો છો.