Sunday, March 23, 2025

મોરબી મહાપાલિકા દ્વારા ફાયર NOC ન ધરાવતા 23 હોસ્પિટલોને આખરી નોટિસ અપાઇ 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી મહાનગરપાલિકા દ્વારા એક અઠવાડિયામાં મહાનગરપાલિકા વિસ્તારમાં આવતી હોસ્પિટલો અને સ્કુલોમાં ફાયર પ્રિવેન્શનની ટ્રેનીંગ આપવામાં આવી હતી અને ફાયર એન.ઓ.સી. ન ધરાવતા આખરી અને ત્રીજી 23 હોસ્પિટલોને નોટિસ આપવામાં આવી છે.

મોરબી મહાનગરપાલિકાના અગ્નિશમન શાખા દ્વારા તારીખ 11 થી 17 માર્ચ સુધી કમિશનરના આદેશ વિગતે મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ હોસ્પિટલો પૈકી ૭ હોસ્પિટલમાં ૫૫ હોસ્પિટલ સ્ટાફને, સ્કૂલો પૈકી ૪ સ્કુલમાં ૬૩૭વિદ્યાર્થી તથા સ્ટાફને, હોટલ પૈકી ૦૧ હોટલના ૨૦ સ્ટાફને, મોલ પૈકી ૦૧ મોલના ૦૭ સ્ટાફને ફાયર પ્રિવેન્શનની ટ્રેનિંગ આપવામાં આવેલ. વધુમાં ફાયર પ્રિવેન્શનના ભાગ રૂપે હોસ્પિટલોનું ફાયર સેફટી સર્ટીફીકેટનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને સાથે ફાયર NOC ન ધરાવતા ત્રીજી અને આખરી નોટીસ ૨૩ ને આપવામાં આવી. અને પ્રિવેન્શનને લગતી સૂચનો અને જરૂરી ગાઈડલાઈન પણ આપવામાં આવી. વધુમાં મોરબી જીલ્લામાં જુદી જુદી જગ્યાએ ફૂલ ૦૫ આગના બનાવ બનેલ જેમાં ફાયર બ્રિગેડ સ્ટાફ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવેલ અને ૦૧ રેસ્ક્યુ કોલની કામગીરી પણ કરેલ.

આ ફાયર ટ્રેનિંગ અને ફાયર પ્રિવેન્શનનો મુખ્ય ઉદેશ્ય મોરબી મહાનગરપાલિકામાં આવેલ હોસ્પિટલ/સ્કુલમાં ફાયર સેફટી વિષે માહિતગાર કરવા, ફાયર સાધનોનો યોગ્ય ઉપયોગ કરવા તેમજ કોઈ પણ ઈમરજન્સી વખતે તાત્કાલિક ધોરણે અગ્નિશમન શાખાનો સંપર્ક કરી નાની-મોટી દુર્ઘટના અથવા કોઈ જાન-હાનિ કે પછી કોઈ મોટી આપદા ને નિવારી શકાય અને જાન-માલને બચાવી શકાય. આવી કોઈ દુર્ઘટના થયે આપ મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ-૦૨૮૨૨ ૨૩૦૦૫૦ અને ૧૦૧ પર સંપર્ક કરી શકો છો.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર