Thursday, December 26, 2024

મોરબી મહાસંઘ દ્વારા પુણ્ય શ્લોકા અહલ્યાબાઇની 300મી જન્મ જયંતી નિમિત્તે વ્યાખ્યાન માળા તથા બેઠક યોજાઈ 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી મહાસંઘની જિલ્લા કારોબારીમાં મારી શાળા મારૂં તીર્થ અને વિકસિત ભારતના પ્રારંભમાં શિક્ષકોની ભૂમિકા એમ બે પ્રસ્તાવ પારીત કરાયા

મોરબી: રાષ્ટ્ર કે હિત મેં શિક્ષા, શિક્ષા કે હિત મેં સમાજ ઔર શિક્ષક કે હિત મેં સમાજના ધ્યેય સૂત્ર સાથે રાષ્ટ્રહિતમાં કાર્ય કરતું સંગઠન અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં જેમને સિંહફાળો આપેલ છે એવા રત્નોની જન્મ જયંતિની ઉજવણી કરવાના ભાગરૂપે પુણ્ય શ્લોકા અહલ્યાબાઈની 300 મી જન્મ જયંતિ નિમિત્તે વ્યાખ્યાન માળાનું આયોજન કરવામાં આવેલ.

જેમાં રાજકોટ વિભાગ બૌદ્ધિક પ્રમુખ મહેશભાઈ બોપલીયાએ દેવી અહલ્યાબાઈના જીવન કવન વિશે વિસ્તૃત વાતો કરી હતી ત્યારબાદ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની જિલ્લા કારોબારી બેઠકની શરૂઆત નિરવભાઈ બાવરવા પ્રચાર મંત્રીએ સંગઠન મંત્ર દ્વારા કરી હતી,શાબ્દિક સ્વાગત કિરણભાઈ કાચરોલા, મંત્રીએ કર્યું પ્રસ્તાવ:- 1 મારી શાળા મારુ તીર્થનું વાંચન કિરીટભાઈ દેકાવડીયા અને પ્રસ્તાવ:- 2 વિકસિત ભારતના પ્રારંભમાં શિક્ષકોની ભૂમિકાનું વાંચન:- હરમીતભાઈ પટેલ કર્યું હતું અને ઉપસ્થિત સૌ લોકોએ ૐ નાદથી પ્રસ્તાવને સમર્થન અને અનુમોદન આપ્યું હતું.

 ત્યારબાદ અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘની ગતિવિધિ, ગતિ ગરિમા સંગઠનન દ્વારા થયેલા કર્યો,સાંપ્રત સમયમાં સંગઠનની જરૂરિયાત વિશે પ્રાસંગિક ઉદબોધન દિનેશભાઈ વડસોલા જિલ્લા અધ્યક્ષે કર્યું હતું. કાર્યકર્તાઓ માટે પાથેય:- વિપુલભાઈ અઘારા (પ્રાંત પ્રચાર પ્રમુખ, સૌરાષ્ટ્ર પ્રાંત , રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ) દ્વારા પાથેય રજુકર્તા જણાવ્યું કે શિક્ષકો જ રાષ્ટ્રના સાચા ઘડવૈયા છે,શિક્ષકો જ રાષ્ટ્ર નિર્માતા છે,શિક્ષકો જ ભારતના ભાવિનું ઘડતર વર્ગખંડમાં કરી રહ્યા છે. એવી વાતો રજૂ કરી હતી અને નરેશભાઈ સોનગ્રાની જિલ્લાના ઉપાધ્યક્ષ તરીકે અને સંજયભાઈ ગઢવીની તાલુકાના પ્રચાર મંત્રી તરીકેની જવાબદારીની ઘોષણા કરવામાં આવી ત્યારબાદ સદસ્યતા અભિયાન પાવતી બુક સદસ્યતા શુલ્ક એકત્ર કરવું તેમજ શૈક્ષિક મહાસંઘના કેલેન્ડર તેમજ મહર્ષિ દયાનંદ સરસ્વતીજી અને પુણ્ય શ્લોકા દેવી અહલ્યાબાઈના પુસ્તક વિશે ચર્ચા, નવા કાર્યકર્તાઓને જોડવા વગેરે બાબતે વાતો કિરણભાઈ કાચરોલાએ કરી હતી.

છેલ્લે હિતેશભાઈ પાંચોટીયાએ કલ્યાણ મંત્ર દ્વારા સમાપન કર્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન નિરવભાઈ બાવરવા પ્રચાર મંત્રીએ કર્યું હતું.બંને કાર્યક્રમને સફળ બનાવવા મહાસંઘના કાર્યકર્તાઓ ખુબજ જહેમત ઉઠાવી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર