મોરબી: મચ્છુ -02 ડેમ 100% ભરાઈ જતા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા
મોરબી: મોરબી તાલુકાના જોધપર ગામ પાસે આવેલ મચ્છુ-૨ ડેમની ઉપરવાસમાં પાણીની આવક ચાલુ હોય, ડેમની સંગ્રશક્તિના 100 % ડેમ ભરાય ગયેલ છે. તેમજ ડેમની ઉપરવાસની પાણીની આવક ચાલુ હોવાથી મચ્છુ – ૨ ડેમમાં આજે રાત્રે ૯ વાગે ૧ દરવાજો ૨ ફૂટ ખોલી ૧૨૯૫ ક્યુસેક પાણી છોડવામાં આવેલ હતું. જ્યારે પાણીની થોડી આવક વધતા ૧૦ વાગ્યે ૨ દરવાજા ૨ ફૂટ કરી ૨૫૯૦ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેથી ડેમના નીચાણવાસના ગામોને એલર્ટ કરાયા.
જેમ કે મોરબી તાલુકના જોધપર, લીલાપર, ભડીયાદ, ટીંબડી, ધરમપુર, રવાપર, અમરેલી, વનાળિયા, ગોર ખીજડીયા, માનસર, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર, ગુંગણ, નારણકા, બહાદુરગઢ, નવા નાગડાવાસ, જુના નાગડાવાસ, સોખડા, અમરનગર તેમજ માળીયા તાલુકાના વીરવદરકા, દેરાળા, નવાગામ, મેધપર, હરીપર, મહેન્દ્રગઢ, ફતેપર, સોનગઢ, માળિયા (મી) ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને માલ મિલકત સલામત સ્થળે ખસેડી લેવા તેમજ ઢોર ઢાંકરને નદીના પટમાં ન જવા દેવા સાવચેત રહેવા સૂચના અપાઈ.