Monday, September 30, 2024

મોરબી મચ્છુ ૩ ની કેનાલ ની સુવિધા પુરી પાડવા મુખ્યમંત્રી ને રજુઆત કરતા કાંતિલાલ બાવરવા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મચ્છુ ૩ ની કેનાલ નો લાભ મેળવવા માટેના નક્કી થયેલ ગામો ને કેનાલ ની સુવિધા જલ્દી પૂરી કરવા તેમજ પંપ દ્વારા પાણી ઉપાડવા માટેની પુરતી વ્યવસ્થા કરવા બાબતે મુખ્યમંત્રી ને રજુઆત કરવામાં આવી છે

મોરબી જીલ્લા માં મચ્છુ- ૩ સિંચાઈ યોજના નો ડેમ બનાવવા માટે નું ખાતમુહૂર્ત જેતે વખત ના સન્માનીય મુખ્ય મંત્રી કેશુભાઈ પટેલ દ્વારા પ્રથમ વખત મુખ્યમંત્રી બન્યા ને એક મહિના જેવા સમય માં જ કરવામાં આવેલ હતું,. જેને આજે ૩૦ વર્ષ કરતા પણ વધારે સમય થઇ જવા પામેલ છે.આ યોજના ની કેનાલ નું ખાતમુહૂર્ત ૨૦૧૬ ના વર્ષ માં કરવામાં આવેલ હતું જેને પણ સાત વર્ષ જેવો સમય થઇ જવા પામેલ છે.આમ છતાં આજ દિવસ સુધી આ વિસ્તાર ના ખેડૂતો ને એક ટીપું પાણી પણ મળેલ નથી. આ યોજના ની કેનાલ ના કામ માં પણ ભ્રષ્ટાચાર થયા ની ફરિયાદો પણ થયેલ છે.


આ વિસ્તાર ના ખેડૂતો ના કહેવા મુજબ કે અમો ની એક પેઢી તો આ પાણી ની રાહ જોવા માં જ પૂરી થઇ ગઈ હવે પાણી ક્યારે આવશે, અને આવશે ત્યારે પણ અમારા ખેતરે અમો કેવી રીતે પહોચાડી શકીશું કારણકે આ પાણી ઉપાડવા માટેના જે કુવાઓ કેનાલ માં મુકવામાં આવેલ છે તે જરૂર કરતા ખુબજ ઓછા છે તેમજ ખેડૂતો એ પોતાના ખેતર સુધી પાણી લઇ જવા માટે વચ્ચે આવતા ક્યાં ખેતર માંથી લઇ જવું તેની પણ કોઈ વ્યવસ્થા કે જોગવાઈ ઓ ત્યાર કરવામાં આવેલ નથી અને કેનાલો પણ તુટવા લાગી છે.

જો સરકાર દ્વારા આ બાબતે હવે સમયસર કાર્યવાહી નહિ કરવામાં આવે તો, આ વિસ્તાર ના ખેડૂતો ને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનાત્મક કાર્યક્રમો આપવાની અમોને ફરજ પડશે તેવુ ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિએશન નાં જનરલ સેક્રેટરી કાંતિલાલ બાવરવા એ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને પોતાની રજૂઆત માં જણાવ્યું છે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર