મોરબી મચ્છીપીઠમા થયેલ જુથ અથડામણમાં સામ સામે નોંધાઇ ફરીયાદ: આરોપીઓની કરાઈ અટકાયત
તમામ આરોપીઓની પોલીસે કરી અટકાયત
મોરબી: ગઈ કાલના મોડી રાત્રે મોરબી મચ્છીપીઠ વિસ્તારમાં બે જુથ વચ્ચે અથડામણ થતાં આજે બંને જુથ દ્વારા મોરબી સીટી એ ડીવીઝન ખાતે સામ સામે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના મચ્છીપીઠ વિસ્તારમાં ગઈ કાલના રોજ મોડી રાત્રે શેરીમાં સાયકલ એક્ટિવા ચલાવતા બાળકોને ઠપકો આપવા બાબતે બે જુથો વચ્ચે અથડામણ થઇ હતી જેમાં સામ સામે પથ્થર અને સોડા ની બોટલનો મારો ચલાવ્યો હતો ત્યારે આજે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે મચ્છીપીઠમા કોમ્બિગ હાથ ધરી તપાસ કરી હતી અને આરોપીઓના ઘરમાંથી પથ્થરો, સોડા બોટલ અને એક ધારીયું અને ધોકો કબ્જે કરી તમામ આરોપીઓની આઇપીસી કલમ -૩૨૩,૩૩૬, ૫૦૪,૫૦૬(૨) તથા ૧૧૪ મુજબ ગુનો નોંધી અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.