મોરબી મચ્છોનગર ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની છ બોટલો સાથે બે ઝડપાયાં
મોરબી તાલુકાના મચ્છોનગર ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની છ બોટલો સાથે બે ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન મોરબીના તાલુકાના મચ્છોનગર ગામે આરોપીએ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૦૬ કિં રૂ. ૧૦૩૨૦ ના મુદ્દામાલ સાથે હર્ષભાઇ બીપીનભાઇ વાછાણી (ઉવ-૨૪) રહે. પ્રભુક્રુપા ટાઉનશીપ મોરબી મુળગામ ખડીયા તા.માણાવદર જી. જુનાગઢ તથા નીશાંતભાઇ સુરેશભાઇ અઘેરા (ઉવ-૩૧) રહે. ઉમા ટાઉનશીપ વૈભવ-એ તા-જી મોરબીવાળાને ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.