Sunday, September 22, 2024

મોરબી : મચ્છુ જળ હોનારતની ૪૩મી વરસી પર નગરપાલિકા દ્વારા મૌન રેલી કાઢી શ્રદ્ધાંજલિ આપશે.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

11 ઓગસ્ટના 1979ના એ ગોઝારા દિવસને મોરબી વાસીઓ ક્યારેય નઈ ભૂલી સકે. ત્યારે ઘણા મોરબીવાસીઓ એ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. ત્યારે જળ હોનારતની ૪૩મી વરસી પર નગરપાલિકા દ્વારા મચ્છુ જળ હોનારતનો ભોગ બનેલ સ્વજનોને શ્રદ્ધાંજલિ આપવા માટે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

11 ઓગસ્ટે મચ્છુ જળ હોનારતની 43મી વરસી નિમિત્તે મોરબી નગરપાલિકા દ્વારા બપોરે 3-15 કલાકે નગરપાલિકા કચેરીથી મૌન રેલી કાઢવામાં આવશે જે મૃતાત્માઓના સ્મૃતિ સ્થંભ મણિ મંદિર ખાતે બપોરે 3-30 કલાકે પહોંચશે અને ત્યાં દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે. જેમાં નગરપાલિકા દ્વારા તથા મહાનુભાવો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી બે મિનિટનું મૌન પાળવામાં આવશે. આ કાર્યક્રમમાં હાજરી આપવા મોરબીની જાહેર જનતાને પણ જણાવવામાં આવ્યું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર