મોરબી મચ્છુ-2 ડેમમાંથી હાડપીંજર મળી આવ્યું:પોલીસે તપાસ શરૂ કરી
મોરબી: ગઈ કાલના રોજ મોરબી મચ્છુ-૨ ડેમમાંથી માનવ શરીરનું હાડપિંજર મળી આવતા મોરબી તાલુકા પોલીસે તપાસ હાથ ધરી.
મળતી માહિતી મુજબ ગઈ કાલે સાંજના સમયે મોરબી મચ્છુ 2 ડેમમાંથી હાડપીંજર મળી આવતા મોરબી તાલુકા પોલીસ દોડતી થઇ હતી. પોલીસ હાડપિંજર લઈ મોરબી સિવિલ હોસ્પિટલ પોહચી હતી અને વધુ તપાસ અર્થે ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ ખસેડવામાં આવશે.