Sunday, September 22, 2024

મોરબી: મચ્છોનગર ગામે માતા-પુત્રને ચાર શખ્સોએ માર માર્યો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના મચ્છોનગર (રફાળેશ્વર) ગામે ભરવાડની દુકાન નજીક યુવક મોટરસાયકલનો અવાજ કરી નીકળવા બાબતે માતા-પુત્ર તથા તેની દાદીને ને મોટરસાયકલ સાથે ઉભા રાખી જ્ઞાતી પ્રત્યે હડધૂત કરી લોખંડના સળિયા વડે માર માર્યો હોવાની ભોગ બનનાર યુવકની માતાએ મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબીના રફાળેશ્વર ગામે આંબેડકર હોલ પાસે રહેતા મીનાબેન ગીરધરભાઇ વાઘેલા (ઉ.વ.૪૦) એ આરોપી જેતાભાઈ ભરવાડ તથા જેતા ભાઈ ભરવાડનો દીકરા અને બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૦-૧૦-૨૦૨૨ ના રોજ કોઇપણ સમયે મોરબીના મચ્છોનગર (રફાળેશ્વર) ગામે ભરવાડની દુકાન નજીક આરોપીઓએ ફરીયાદીના દિકરા મનોજને મોટરસાયકલનો અવાજ કરી નીકળવા બાબતે મનોજ તથા ફરીયાદીની માતા લીલાબેનને મોટરસાયકલ સહીત ઉભા રાખી જ્ઞાતી પત્યે હડધુત કરી ફરીયાદીના દિકરા મનોજને લોખંડના પાઇપ તથા લોખંડના સળીયા વડે જમણા ખંભા ઉપર તથા ડાબા પગના ઢીંચણ ઉપર ઘા મારી મુંઢ ઇજા કરી તેમજ ફરીયાદીને તથા ફરીયાદીની માતા લીલાબેનને ઢીકાપાટુનો મુંઢમાર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ભોગબનનાર મીનાબેને આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇ.પી.સી.કલમ-૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા એટ્રોસીટી એકટની કલમ-૩(૧)(આર)(એસ) ૩(૨)(૫-એ) તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર