Wednesday, September 25, 2024

મોરબી માં ફરી એક વાર મળી આવ્યો પાવડર ! ડ્રગ્સ ના જથ્થા સાથે એક ઈસમને પકડી પાડયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીમાં સામાકાંઠા વિસ્તાર માંથી મેફેડ્રોન નાં જથ્થા સાથે એક ઈસમ મળી આવ્યો.

મેફેડ્રોન શું છે ? :-

મેફેડ્રોન એક સફેદ કલરના પાવડર જેવો દેખાતો ડ્રગ છે. મેફેડ્રોન પાવડરને “ડ્રોન, એમ – કેટ , વાઈટ મેજીક તેમજ મ્યાવ મ્યાવ” જેવા અલગ અલગ નામોથી ઓળખવામાં આવે છે.આ ડ્રગને સૌપ્રથમ વખત ૨૦૦૭માં ફ્રાન્સ દ્વારા પકડવામાં આવ્યો હતો. બાદ હાલ સુધી દુનિયાના અલગ અલગ દેશોમાં મેફેડ્રોન ને નિષેધ કરવામાં આવ્યો છે. થોડા વર્ષો પહેલા મેફેડ્રોન ડ્રગને “વૃક્ષોના ખાતર” તેમજ “વનસ્પતિ જન્ય ફૂડ” નું નામ આપી વહેચવામાં આવતો હતો. બાદ મેફેડ્રોન ડ્રગની હકીકત બહાર આવતા તેને મોટાભાગના દેશોમાં નિષેધ કરવામાં આવ્યો છે.(SOURCE:-WIKIPEDIA)

SOG દ્વારા મોરબી થી પકડવામાં આવ્યો મેફેડ્રોનનો જથ્થો :-

મોરબી એસ.ઓ.જી. દ્વારા નાર્કોટિકસ ના ગુન્હાઓ ને અટકાવવા માટે સ્પેશિયલ ઓપરેશન હાથ ધરેલ હોઈ. ત્યારે એસ.ઓ.જીની ટીમ ના સ્ટાફને ખાનગી રાહે બાતમી મળી હોઈ કે સામાકાંઠા વિસ્તારમાં એક ઈસમ પોતાના વાઈકમાં માદક પદાર્થ રાખી વેચાણ કરે છે. ત્યારે એસ.ઓ.જી. ની ટીમ દ્વારા હકીકત વાળી જગ્યા પર રેઇડ કરવામાં આવી હતી. ત્યાં બાતમીના આધારે મળેલ હકીકત મુજબ એસ.ઓ.જી.ને જગ્યા પરથી સમીર ઇબ્રાહિમભાઈ અલવસીયા(ઉ.વ.૨૮) રહે સુમરા સોસાયટી વીસીપરા વાળો મળી આવ્યો હતો. ત્યારે આરોપી સમીર પાસેથી માદક પદાર્થ મેફેડ્રોન નો ૬.૮૮૦ ગ્રામ કિંમત રૂપિયા ૬૮,૮૮૦/- નો જથ્થો મળી આવ્યો હતો. એસ.ઓ.જી. દ્વારા ગુન્હામાં વપરાયેલ મોબાઈલ નંગ -૧ કી.રૂ ૫૦,૦૦૦/- તથા મોટરસાયકલ કી.રૂ.૩૫,૦૦૦/- મળી કુલ કી.રૂ ૧,૫૩,૮૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. બાદ એસ.ઓ.જી. દ્વારા મજકુર ઈસમ સમીરની પૂછપરછ કરતાં તેઓ આ જથ્યો આરોપી (૨) ખાન રહે નંદગામ તા. ભચાઉ, જી. કચ્છ વાળા પાસેથી લઇ વેચાણ કરતો હોવાનું સામે આવ્યું હતું. ત્યારે એસ.ઓ.જી. દ્વારા આ બંને વિરૂદ્ધ એન.ડી.એસ.પી.એક્ટ (NARCOTIC DRUGS AND PSYCHOTROPIC SUBSTANCES ACT) હેઠળ બી ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર